________________
પ્રકાશકીય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્ય સ્થાપક મંત્રી સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાની ભાવના વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને રહેઠાણની સરસ સગવડ કરવા ઉપરાંત જૈન સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરવાની હતી. એમની એ ભાવના અનુસાર વિદ્યાલયે વખતોવખત ભિન્ન ભિન્ન પ્રકારની જૈન સાહિત્યની પ્રવૃત્તિ હાથ ધરી છે. જૈન સાહિત્યના લેખનપ્રકાશનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વિદ્યાલયનું ગ્રંથાલય મુંબઈનું એક સમૃદ્ધ ગ્રંથાલય છે. વળી વિદ્યાલય પાસે જૈન હસ્તપ્રતોનો સમૃદ્ધ ભંડાર પણ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬૦ના અરસામાં આપણા આગમગ્રંથોનું સંશોધન-સંપાદન કરાવી, અધિકૃત વાચના સાથે એના પ્રકાશનની યોજના હાથ ધરી હતી. આ યોજનાના પ્રેરક શ્રુતશીલવારિધિ, આગમપ્રભાકર પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ હતા. એમણે પોતે કેટલાક આગમગ્રંથોનું સંશોધન-સંપાદન કરી આપ્યું હતું. એમના કાળધર્મ પછી એ જવાબદારી ૫. પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે સ્વીકારી છે. આ યોજનામાં ઘણાખરા મહત્ત્વના આગમગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને એ પ્રકાશનકાર્ય હજુ ચાલુ જ છે. આ કાર્ય માટે વિદ્યાલયે જિનાગમ ટ્રસ્ટના નામથી જુદા ટ્રસ્ટની રચના કરી છે અને તેના ઉપક્રમે જૈન સાહિત્યની વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે.
ઈ. સ. ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો હીરક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે જૈન સાહિત્ય સમારોહના નામથી એક વધુ પ્રવૃત્તિનું આયોજન થયું અને પ્રથમ જૈન સાહિત્ય સમારોહ એ પ્રસંગે મુંબઈમાં પદ્મશ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદ હેઠળ યોજવામાં આવ્યો હતો. ત્યારથી આજ દિવસ સુધીમાં (૧) મુંબઈ, (૨) મહુવા, (૩) સુરત,
(iii)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org