________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
ચીમનલાલ કલાધરે કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. ગુણસ્થાન સિદ્ધાંત ઉદ્ભવ એવમ્ વિકાસ :
૧૦
—
આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. સાગરમલ જૈને જણાવ્યું હતું કે વ્યક્તિની આધ્યાત્મિક શુદ્ધિના વિભિન્ન સ્તરોને સ્પષ્ટ કરવા માટે જૈન દર્શનમાં ગુણસ્થાન સિદ્ધાંત પ્રચલિત છે. ગુણસ્થાન અવધારણા જૈન ધર્મની મુખ્ય અવધારણા છે. તો પણ પ્રાચીન સ્તરના આગમોમાં આચારંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, ઋષિભાષિત, દશવૈકાલિક, ભગવતી સૂત્ર વગેરેમાં એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. શ્વેતામ્બર પરંપરામાં સર્વપ્રથમ સમવાયાંગમાં જીવસ્થાનના નામથી એનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સમવાયાંગમાં જો કે ચૌદ ગુણસ્થાનોનાં નામનો નિર્દેશ મળે છે પરંતુ તેમાં તેને ગુણસ્થાન કહેવાને બદલે જીવસ્થાન(જીવઠાણ)થી ઓળખવામાં આવ્યા છે. આમ એકથી ચૌદ સુધીના ગુણસ્થાનોની ચર્ચા કરી ડૉ. જૈને ગુણસ્થાન સંબંધી જૈન ધર્મગ્રંથોના આધારે તુલનાત્મક વિવેચન કર્યું હતું.
Jain Economics Thoughts:
ત્યાગમૂર્તિ શ્રી જોહરીમલ પારેખે આ વિષય પર પ્રવચન કરતાં કહ્યું હતું કે સંસારમાં બધાંને સુખ જોઈએ છે પણ સુખની વ્યાખ્યા શી ? દુઃખનું કારણ પરિગ્રહ છે. જીવનમાંથી પરિગ્રહને દૂર કરો તો તમારી આર્થિક સમસ્યાનો તમને આપોઆપ ઉકેલ મળી જશે. ભગવાન મહાવીરે સ્પષ્ટ જ કહ્યું છે કે જેટલી આકાંક્ષા ઓછી કરશો એટલું વધુ સુખ તમે મેળવશો. સિદ્ધ પરમાત્મા :
આ વિષય પર ઉદ્બોધન કરતાં ડૉ. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યો છે. ભવભ્રમણ કરતાં જીવોનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ, નિર્વાણ, સિદ્ધદશા. જીવની ઉચ્ચતમ એ અવસ્થા છે. સિદ્ધાવસ્થા ઉચ્ચતમ હોવા છતાં નવકારમંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને બીજો નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવે છે. એમાં પણ રહસ્ય રહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org