________________
ઇષ્ટ છે. તેર જેટલા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થઈ શક્યું એ જ આ અનૌપચારિક પ્રવૃત્તિની ફલશ્રુતિ છે. આવી પ્રવૃત્તિને નિમિત્તે કેટલાક નવોદિત લેખકોની કલમ વિકસી છે અને કેટલાક સમર્થ લેખકો દ્વારા સરસ અભ્યાસલેખો મળ્યા છે એ એની મહત્ત્વની ફલશ્રુતિ છે. અમારે માટે એ ખરેખર ખૂબ આનંદની વાત છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સંપાદનની આ જવાબદારી મને સોંપી તે માટે હું વિદ્યાલયનો અને જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહનો ઋણી છું.
આશા છે કે આ ગ્રંથ વિદ્વાનો અને ભાવકોને સંતોષ આપશે.
મુંબઈ : શ્રાવણ સુદ ૧૫ સં. ૨૦૫૧
Jain Education International
(vii)
For Private & Personal Use Only
રમણલાલ ચી. શાહ સંપાદક
www.jainelibrary.org