________________
સ્વરૂપ મંગ_.
– – – – – – ' ઉપસ્થિત થયો. એ પ્રશ્નોનો જવાબ લોગસ્સ-ચતુર્વિશતિસ્તવ-નામસ્તવ સૂત્ર છે, જેમાં વર્તમાન ચોવિસીના ચોવીસેય તીર્થકર ભગવંતનાં નામ-નિર્દેશ છે. તેથી લોગસ્સ સૂત્રમાં શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયનો સમાવેશ થાય છે. માટે જ કાઉસગમાં લોગસ્સનો કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે, જ્યારે નમસ્કાર મહામંત્ર એ મુખ્યત્વે જપ સાધના છે.
પ્રાયઃ પ્રત્યેક મંત્રનો યંત્ર હોય છે તે પ્રમાણે નમસ્કાર મહામંત્રનો યંત્ર છે, જે સિદ્ધિચયંત્ર યા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે. જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે.
એ યંત્ર કમલાકારે હોય છે. કમલના મધ્ય ભાગ કેન્દ્રમાં અરિહંત ભગવંત બિરાજમાન કરવામાં આવે છે. અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠ પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની સ્થાપના અનુક્રમે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય દિશામાં કરવામાં આવે છે.
આ યંત્રમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી સમાવિષ્ટ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દેવ; આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ, ધર્મ છે. એમ દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધર્મી છે. જે પાંચ અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અહીં અરિહંત અને સિદ્ધ પરમાત્માને “વષ્ણુ સહાંઓ ધમ્મોએ અર્થમાં ધર્મી કહેલ છે જ્યારે બાકીના ચાર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ગુણ છે અથવા ધર્મ છે, એટલું જ નહિ પણ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સાધ્ય સ્વરૂપ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, સાધક સ્વરૂપ છે. તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ ચાર સ્વરૂપ છે. એ ચાર જીવના શુદ્ધ સ્વરૂપગુણ છે તે અંશ રૂપે અથવા લક્ષણચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા (વિશ્વાસ), બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલપ (ઇચ્છા ત૫) રૂપે અસ્તિત્વ ધરાવે છે. જે સ્વમાં સત્તાગત અંશરૂપે પણ હોય તે જ પૂર્ણ સ્વરૂપે અશુદ્ધિ, આવરણ હઠી જતાં પ્રગટે અર્થાત્ પ્રકાશમાં આવે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સત્તામાં રહેલ, આ શ્રદ્ધા, બુદ્ધિ, શ્રમ (વર્તન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org