Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 148
________________ - - - - કવિ ઋષભદાસ : મધ્યકાલીન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક_. ૧૩૯ તો સત્ય જ છે કે કવિએ પોતાની દરેક કૃતિમાં સરસ્વતી માતાની ભાવપૂર્વક સ્તુતિ કરી તેનો ત્રણ સ્વીકાર કરે છે. “ઋષભદેવ રાસ”માં કવિ કહે છે : સરસતિ, ભગવતી ભારતી, જહાણી કરી સાર, વાગેશ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર; બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાદિની નામ, વાણી વચન દીઉં અસ્યા, જ્યમ હોઈ વચ્છયું કામ.” કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ અને ૫૮ જેટલા સ્તવનની રચના કરી છે. આ ઉપરાંત કવિએ ૩૩ અન્ય સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો, ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી અને કેટલીક બોધપ્રદ સક્ઝાયોની રચના પણ કરેલી છે. તેમના રાસા-સાહિત્યમાં ઋષભદેવ રાસ, વ્રતવિચાર રાસ, ભરત-બાહુબલી રાસ, કુમારપાળ રાસ, હીરવિજયસૂરિ રાસ, હિતશિક્ષા રાસ, શત્રુંજય રાસ, સ્થૂલિભદ્ર રાસ વગેરેને ગણાવી શકાય. આ ઉપરાંત તેમણે નેમિનાથ નવરસો, આદિનાથ આલોયણ, આદિનાથ વિવાહલો, બાર આચ સ્તવન, ચોવીસ જિન નમસ્કાર, તીર્થંકર ચોવીસનાં કવિત્ત, મહાવીર નમસ્કાર વગેરેની રચના કરી છે. કવિ ઋષભદાસના જન્મ અને મૃત્યુ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. કવિ ઋષભદાસની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચનાતાલ જ તેમનો જીવનકાળ નક્કી કરવામાં સહાયરૂપ બને છે. ઉત્કૃષ્ટ મધ્યકાલીન સાહિત્યકૃતિ તરીકે જેની ગણના કરી શકાય તેવી કવિની પ્રથમ સાહિત્યકૃતિ “ઋષભદેવ રાસ' સં. ૧૬૬રમાં એટલે કે ઈ. સ. ૧૬૦૬માં રચાયેલી કૃતિ છે. પરંતુ રચનાતાલના ઉલ્લેખ વિનાની કવિની બીજી નવેક કૃતિઓમાંથી બે કે ત્રણ કૃતિઓ “ઋષભદેવ રાસ” પહેલાં રચાઈ હોવાનો સંભવ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતાં કવિની સાહિત્યપ્રવૃત્તિ આશરે સં. ૧૬૦૧થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી જ ગણી શકાય. આ જોતાં કવિ નયસુંદરના કવનકાળના અંતભાગમાં અને કવિ સમયસુંદરના કવનકાળની લગભગ સાથોસાથ કવિ ઋષભદાસનો કવનકાળ શરૂ થાય છે. હવે બાલ્યકાળ, અભ્યાસ, સાહિત્ય વાંચન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155