________________
ક
ગૃહસ્થ હતા. તેમના કુટુંબમાં શીલવતી તેમજ સુલક્ષણા પત્ની, બહેન, ભાઈની જોડ અને એકથી વધારે બાળકો હતાં. તેમને ઘેર ગાય, ભેંસ દુઝતી હતી અને લક્ષ્મી પણ તેમના ઉપર પ્રસન્ન હતી. એટલે કે પૈસેટકે તે સુખી હતા. તેમનું કુટુંબ બહોળું - મોટું છતાં સંપીલું હતું. તેઓ ધાર્મિક જીવન ગાળતા અને સર્વ વાતે સુખી હતા. તેમના પુત્રો વિનયી હતા. તેમના ઘરે હાથી, ઘોડા, ગાય, ભેંસ, બળદ, ઘણાં ગાડાં તેમજ વહેલો (રથ) હતાં અને લોકોમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. રાજદરબારમાં તેમનું સારું માન હતું. તેમનું મકાન સ્વચ્છ સ્થળે, સારા લત્તામાં હતું. અને ઘણા લોકો તેમના તરફથી ઘણી આશાઓ સેવતા હતા. તે ઘણા લોકો ઉપર ઉપકાર પણ કરતા અને સુખમાં દિવસો પસાર કરતા હતા. આ સઘળી બીના તેમણે ‘વ્રતવિચાર રાસ’, ‘કુમારપાળ રાસ’, ‘હિતશિક્ષા રાસ’ અને ‘હીરવિજયસૂરિ રાસ'માં સ્પષ્ટ જણાવી છે.
૫ ઋષભદાસ : મધ્યકાલીન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક
———
કવિ ઋષભદાસ ખંભાતના વતની હોવાથી તેમણે પોતાના વતન ખંભાતનું વર્ણન પોતાની કૃતિમાં વિગતવાર કર્યું છે. તે પરથી સત્તરમી સદીમાં ખંભાતની અને ગુજરાતની જસ્થિતિ, રાજસ્થિતિ, લોકોનો પહેરવેશ, રીતરિવાજ વગેરે પર પ્રકાશ પડે છે. ખંભાતના એ સમયે ખંભનગર, ઋષભનગર, ત્રંબાવતી, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી એમ જુદાં જુÜ નામ કવિએ પોતાની કૃતિઓમાં ઉલ્લેખ્યા છે. ખંભાતમાં રહીને કવિએ પોતાની કૃતિઓની રચના કરી હતી. એટલે તેમાંથી સત્તરમા શતકના પૂર્વાર્ધના ખંભાત એટલે બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયના ખંભાતનું વર્ણન મળી આવે છે. તેમણે ‘ઋષભદેવ રાસ’માં લખ્યું છે :
‘નગર ત્રંબાવતી અન્ય હં છઠ્ઠું સારી, ઇન્દ્ર જસ્યા નર પદ્મીની નારી; વાહણ વખાર્ય નર બહુ વ્યાપારી, સાયર લહેર સોભત જયવારી.
તપનત્તર પોલી હું કોટ દરવાજા, સાહાં જહાંગીર જસ નગરનો રાજા;
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org