________________
તામિળ જૈન કૃતિ - “નાલડિયાર'_________ કાવ્યોમાં સાંકળી લેવામાં આવ્યાં છે. દ્રવિડોનો મુખ્ય વ્યવસાય સૈનિકનો. એમને સૌથી વિશેષ આનંદ યુદ્ધમાં આવે. કર્તુત્વહીન જીવન એમને નીરસ ભાસતું. અતિ પ્રાચીન ગીતસંગ્રહમાં એમની શૂરવીરતા અને સાહસિકતા દૃષ્ટિગોચર થાય છે. એક ગીતમાં દ્રવિડ નારી કહે છે : “મારો દીકરો ક્યાં છે, તે તમે પૂછો છો ? એ તો સમરાંગણમાં તમને દેખાશે, કારણ કે એ મારા ઉદરમાંથી પ્રસવેલો વાઘ છે.' શૂરવીર પુત્રોને જન્મ આપનારી માતાઓ ધન્યતા અનુભવતી.
ઈશુ અગાઉની સદીથી લગભગ આઠસો વર્ષ સુધી જૈન અનુગામનો વ્યાપક પ્રભાવ રહ્યો. રાજવીઓનો સહયોગ મળ્યો. કેટલાય રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ સુવર્ણયુગમાં વિપુલ જૈન સાહિત્ય રચાયું. તમિળનાં પાંચ મહાકાવ્યોમાંથી ત્રણના રચયિતા જૈન હતા. “શિલ્પાદિકારમુ” મહાકાવ્ય અતિ લોકપ્રિય છે. ઉપરાંત વ્યાકરણ, જીવનચરિત્રો, બોધપ્રદ સાહિત્ય વગેરે પણ એટલું જ પ્રસ્તુત ચિરંજીવ રહ્યું છે.
તમિળ ભાષાના વિકાસમાં જૈનોનો સાધવર્ગ તેમજ શ્રાવક વિદ્વાનોનો ફાળો અમૂલ્ય રહ્યો છે. જૈન દર્શન અને સિદ્ધાંતોની પરંપરાનો ઉદય થઈ
જ્યારે શતદલ પાંખડીઓ ફેલાવી વિસ્તરી રહ્યા હતા, ત્યારે એ પાર્શ્વભૂમિના વાતાવરણમાં સંતકવિ તિરુવલ્લુવરે સંભવતઃ ઈસુની પ્રથમ સદી આસપાસ જન્મ ધારણ કર્યો કહી શકાય. ઐતિહાસિક માહિતી પાંખી હોવાથી. નિશ્ચયપૂર્વક સમય કહી શકાતો નથી. એ જ અરસામાં સંતના “તિરુકુળની રચના પછી “નાલડિયારની રચના થઈ હોવી જોઈએ. બેઉ રચનાઓ વચ્ચે અદ્ભુત સામ્ય જોવા મળે છે.
તમિળ ભાષામાં “ચાર'ને “ના” કહેવાય છે. “ચરણ”ને “અડિ” કહે છે. અને “આર' એટલે “શ્રેષ્ઠ'. આનો અર્થ થાય : “ચાર શ્રેષ્ઠ ચરણ”. નાલુડિયારમાંથી “નાલડિયાર' થયું. આ ગ્રંથ “નાલવિના - ગુરુ' તેમજ વેચાણવદેમ'ના નામથી પણ પ્રચલિતપણે ઓળખાય છે. “નાવડિયારનાં ચારસો પદો ઉપલબ્ધ છે. એક પદ ચાર પંક્તિઓનું છે. બાકી સર્વ વિગતોમાં, સ્વરૂપમાળખાં અને ગોઠવણીમાં સંત તિરુવલ્લરના “તિરુકુળ” સાથે અપરૂપ સામ્ય ધરાવે છે. “તિરુકુળ'ની જેમ આ ગ્રંથ પણ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org