________________
જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય
૧૧૩ તેમાં શ્રી શાંતિનાથ ભગવાન સર્વ રીતે શાંતિ પ્રાપ્ત કરાવનાર અને પરમપદની પ્રાપ્તિ માટે પથપ્રદર્શક હોઈ, એમનો મહિમા અપરંપાર છે.
શાંતિનાથ ભગવાનની ઉપાસનાથી શું ફળ મળે છે તે માટે કવિ જણાવે છે કે,
“તુમ નામ લિયા સવિ કાજ સરે તુમ નામે મુગતિ મહેલ મળે તુમ નામે શુભ ભંડાર ભરો ઋષિ જેમલજીએ એહ વિનંતી કડી પ્રભુ તારા ગુણનો પાર નહી મુજ ભવભવનાં દુઃખ દૂર કરો” //ર૬
મધ્યકાલીન સમયમાં મોટા ભાગની રચનાઓ પદ્યમાં થતી હતી એટલે પદ્યના માધ્યમ દ્વારા તીર્થકરોના ચરિત્રને વિષય તરીકે પસંદ કરીને એક કરતાં વિવિધ સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ છંદરચનાની શૈલી સરળ અને સુગ્રાહ્ય છે.
શાંતિનાથનો છંદ : કવિ ગુણસાગરે શાંતિનાથના છંદની એકવીશ ગાથામાં રચના કરીને શાંતિનાથનો મહિમા વર્ણવ્યો છે. તદુપરાંત શાંતિનાથ ભગવાને દીક્ષા લઈ, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, દેશના આપી, સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામ્યા તે વિષેની માહિતી આપવામાં આવી છે. આમ આ છંદ બે વિભાગમાં વહેંચાયો છે. * શ્રી શારદા દેવીની સ્તુતિ કરીને શાંતિનાથનો મહિમા દર્શાવતા કવિ જણાવે છે કે,
“શારદા માય નમું શિરનામી, હું ગુણ ગાઉ ત્રિભુવનકે સ્વામી, - શાંતિ શાંતિ જપે સબ કોઈ, તે ઘર શાંતિ સદા સુખ હોઈ /૧ શાંતિ જપી જે કીજે કામ, સોહિ કામ હોવે અભિરામ, શાંતિ જપી જે પરદેશ સધાવે, તે કુશળ કમળા લેઈ આવે” પર
આ છંદ ગુજરાતી ભાષામાં રચાયો છે, તેના પર હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો હોય તેમ લાગે છે. નરકું, સાહીબ, તેરો, તુમકુ – આ શબ્દો ગુચ્છ ૪ – ૮ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International