________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ૪ છંદોમાં નેમિનાથનું ચરિત્ર વર્ણવ્યું છે. તેની રચના પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. કવિની પ્રાસાદિક શૈલી અને અલંકારયોજના આ છંદમાં નોંધપાત્ર છે.
શ્રી સૂર્યદીવાવાદ છંદ : કવિ લાવણ્યસમયે આ છંદની રચના ૩૦ છપ્પામાં કરી છે, અને તેમાં સૂર્ય અને દીવો બંને વચ્ચે કોણ સરસ છે એ બાબતનો વિવાદ વર્ણવ્યો છે. અહીં કવિની કલ્પના મનોહર બની છે.
મહાવીર સ્વામીનો છંદ : કવિ ઉદયસાગરે ભુજંગી છંદની ૧૫ ગાથામાં મહાવીર સ્વામીના છંદની રચના કરી છે. આ છંદની વિશેષતા એ છે કે તેમાં ભગવાન મહાવીરના જીવન અને કાર્ય વિશે કોઈ ઉલ્લેખ નથી પણ વીતરાગી મહાવીર સિવાય પરિગ્રહવાળા અન્ય દેવદેવીઓની ઉપાસના કરવા યોગ્ય નથી, તેનો નામોલ્લેખ કરીને ભગવાન મહાવીરનું શરણ સ્વીકારીને મુક્તિ મેળવી શકાય છે, એમ જણાવ્યું છે. “કોઈ દેવ હાથે આસિ ચક્રધાર, કોઈ દેવ વાલે ગળે રૂદ્રમાળા કોઈ દેવ ઉસંગે રાખે છે વાયા, કોઈ દેવ રાગે રમે વૃંદ રામા જ કોઈ દેવ જપે લઈ જપ માળા, કેઈ માંસભક્ષી મહા વિકરાળા, કોઈ યોગીની ભગિની ભોગ રાગે, કોઈ રૂદ્રાણી છાગનો હોમ માર્ગે પIL
“ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરે, તારા સિવાય મારો કોઈ ઉદ્ધારક નથી.” એમ હૃદયની શુભભાવનાથી જણાવ્યું છે. કવિએ આ ભાવને નીચેની પંક્તિમાં વ્યક્ત કર્યો છે. ગતિ ચાર સંસાર અસાર પામી, આવ્યો આશ ધરી પ્રભુ પાય સ્વામી; તુંહી તુંહી તુંહી પ્રભુ પરમ રાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાગી ll૧૪
કવિએ વિવિધ દેવદેવીઓનો ઉલ્લેખ કરીને મિથ્યાત્વનો કટાક્ષ કર્યો છે, અને વિતરાગ સિવાય અન્ય કોઈની ઉપાસના કરવી નહિ એવી પાયાની હકીક્ત કે જે સમક્તિનો મૂળભૂત ભાગ છે તેનું નિરૂપણ કર્યું છે. જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિષયને લોકપ્રચલિત ઉદાહરણ દ્વારા અહીં સ્થાન આપવામાં આવ્યું છે. અહીં કાવ્યની રચનામાં પદલાલિત્ય અને માધુર્ય જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org