________________
જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય______ ૧૨૧ દેવાધિદેવ તીર્થકર ભગવાનના મંદિરની નજીક બહારના ભાગમાં માણિભદ્રની દેરી કે નાનું મંદિર બનાવવામાં આવે છે. આ માણિભદ્ર અન્ય દેવો કરતાં મનોવાંછિત પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ રીતે સહાય કરે છે.
પાંચ ગાથાના આ નાનકડા છંદમાં માણિભદ્રવીરનો ચમત્કારયુક્ત પ્રભાવ દર્શાવ્યો છે. કવિએ આ છંદની રચના દોહામાં કરી છે.
નહિ ચિંતામણી રતન ચિત્રાવેલ વિચાર માણિક સાહેબ મારે દોલતનો દાતાર.” w૪
તાવનો છંદ : લાખા ભગતે તાવના છંદની પંદર ગાથામાં રચના કરી છે. છંદના વિષયની દૃષ્ટિએ વિચારતાં તાવ જેવા શરીરના રોગને પસંદ કરવામાં આવ્યો છે. પ્રભુની ભક્તિથી કે શુદ્ધ મનથી નામસ્મરણ કરવામાં આવે તો તાવનો વર દૂર થાય છે. એવા ચમત્કારનું નિરૂપણ થયું છે.
કવિએ તાવનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું છે. આ વર્ણન ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના નમૂનારૂપ છે, ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ નોંધપાત્ર છે.
“આવતો પરહર કંપાવે ડાહ્યાને જિનતિમ બહાકાવે પહિતો તું કેડમાંથી આવે સાત શિખર પણ શીતને જાવે ! હા, હા, હીં, હીં, હું હુંકાર કરાવે પાસળિયા હાડાં કકડાવે ઉનાળે પણ અમલ જગાવે, તાપે પરિઠણમાં મૃતરાવે ટા”
આ છંદ મંત્ર ગર્ભિત છે એટલે તેનું સ્મરણ કે શ્રવણ કરવાથી તાવ દૂર થાય છે. એવી ફળશ્રુતિ દર્શાવવામાં આવી છે.
“મંત્ર સહિત એ છંદ જે પસે, તેને તાવ કદી નવ ચઢસે કાંતિ કળા દેહી નિરોગ લહેશે લક્ષ્મી લીલા ભેગા ૧પા"
છંદના વિષયવસ્તુ તરીકે તીર્થકર ભગવાનના જીવન-ચરિત્રની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમનાથ અને મહાવીરસ્વામીવિષયક છંદરચનાઓ મળી આવે છે. ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકાર કરીને ગુરુભક્તિરૂપે છંદ રચાયા છે, તદુપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org