Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨ . . -- જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ : પદ્માવતી દેવી, માણિભદ્રવીર સોળ સતીઓ, નવકારમંત્ર અને તાવ વગેરે વિષયો પર છંદરચના થયેલી છે. આ રચનાઓ પ્રભુનો મહિમા, જીવનના વિવિધ પ્રસંગોનું આલેખન, છંદસ્મરણથી પ્રાપ્ત થતા લાભ અને સમકિતની પ્રાપ્તિ વગેરેનું નિરૂપણ થયેલું છે. કોઈ કોઈ છંદ-રચના દુહાથી પ્રારંભ થાય છે, અને કળશથી પૂર્ણ થાય છે એવો ઉલ્લેખ મળી આવે છે. ભક્ત ભગવાનને પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરે છે. તે સ્વરૂપમાં રચના થયેલી છે, તો વળી મંત્રગર્ભિત છંદરચના પણ સ્થાન ધરાવે છે. ઉપલબ્ધ છંદરચનાઓ વિશેષ : જૈન ધર્મની માહિતી દ્વારા પ્રભાવ દર્શાવે છે. શુદ્ધ કવિતાઓ કહી શકાય તેવી રચનાઓ ઘણી થોડી છે. પ્રાસ યોજના દ્વારા કોઈ કોઈ વાર કવિત્વ શક્તિનો પરિચય થાય છે. પદ્માવત દેવીનો છંદ એ કવિતાકલાનો સુંદર નમૂનો છે. તેની વર્ણયોજના માધુર્ય અને પ્રાસાદિકતા પદ્માવતી દેવીનો સાક્ષાત્કાર કરાવે છે. સાંપ્રદાયિક રચનાઓ હોવાથી તેમાં ઉપદેશનું તત્ત્વ સહજ રીતે સ્થાન પામ્યું છે. આ રચનાઓમાં ભક્તિ કે શાંતરસ કેન્દ્રસ્થાને છે. તો વળી કોઈ કોઈ વખત નાયકના પરાક્રમને પણ બિરદાવવામાં આવે છે. જ્યાં ધર્મ ત્યાં ચમત્કાર એ ન્યાયે કેટલાક ચમત્કારના પ્રસંગો પણ ગૂંથાયેલા છે. છંદરચનાઓ હજુ પણ વિશેષ પ્રાપ્ત થઈ શકે તેમ છે, અને આ દિશામાં શોધ કરવાથી જૈન સાહિત્યની છંદરચનાઓ પર વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155