________________
હેમચંદ્રાચાર્ય કૃત “યોગશાસ્ત્ર'માં બ્રહ્મચર્યની વિભાવના
૧૨૫ આદિ બીજી અનિષ્ટ વૃત્તિઓને પોષણ મળતું હોવાથી એ માર્ગની અપૂર્ણતા દૂર કરવા જ્ઞાનમાર્ગ યોજવામાં આવ્યો છે. તેમાં ધ્યાન મુખ્ય છે. ધ્યાન દ્વારા વિચારવિકાસ અને સ્વરૂપચિંતન સધાતાં કામાદિ બધી અનિષ્ટ વૃત્તિઓનાં બીજો બળી જાય છે. જેમ ફક્ત બ્રહ્મચર્યવ્રત માટે ક્રિયામાર્ગનાં બાહ્ય વિધાનો તદ્દન જુદાં જ કરવામાં આવ્યાં છે તેમ જ્ઞાનમાર્ગનાં આંતરિક વિધાનો ફક્ત એ વ્રતને ઉદ્દેશી જુદાં પાડી ક્યાંય કહેવામાં આવ્યાં નથી. પણ ક્રોધ, મોહ, લોભાદિ બધા સંસ્કારોને નાબૂદ કરવા જે જ્ઞાનમાર્ગ યોજાયો છે તે કામસંસ્કારના નાશમાં પણ લાગુ પડે છે.
આધુનિક વિચારધારા અને જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિષે હવે થોડો વિચાર કરીએ. એક એવો વિચાર પ્રવર્તે છે કે આપણે ત્યાં બ્રહ્મચર્યનો પ્રમાણ કરતાં વિશેષ મહિમા છે. તેનું કારણ મનુષ્યને જે વસ્તુ અશક્ય લાગે તે કરવાને તેનું સ્વમાન તેને પ્રેરતું હોય છે. જે અજેય છે તેને જેય કરવાનું, સ્વપ્ન અને તે સિદ્ધ કરનારનો મહિમા સંસારમાં રહ્યા કર્યો છે. એમાં મળતી નિષ્ફળતા જે તેને જીતવા માટેનો ધક્કો આપે છે. એવરેસ્ટ અને ચંદ્રવિજય આદિની અનાદિકાળથી માનવીએ ઝંખના રાખી છે. એમાં એની સંકલ્પશક્તિનો ચરમ ઉત્કર્ષ થયો છે. કામસંસ્કાર પણ મનુષ્ય અનુભવ્યું છે કે દુર્જેય છે. ભલભલા ઋષિમુનિઓને તેણે ચળાવ્યા છે. તેનું સામ્રાજ્ય સર્વ જીવો ઉપર છે. પણ એ સામ્રાજ્યનેય વશ ન થવાની ઇચ્છા મનુષ્યજાતિમાં વિરલ માણસોને રહેવાની. માનવીને પડકારરૂપ બાબત હોય એને સિદ્ધ કરવાની ઝંખના રહેશે અને એ વિરલ કે દુષ્કર હોય ત્યાં સુધી જ એનો મહિમા રહેશે. પરંતુ એ દુષ્કર છે એટલે એને લક્ષ્ય ન બનાવવું કે એવો ધ્યેય અથવા ઉચ્ચ આદર્શ સમાજ સમક્ષ ન મૂકવો એમાં વ્યક્તિની પોતાની મર્યાદાને બાહ્ય કવચ આપવાની વૃત્તિનાં દર્શન થાય છે.
એવી એક માન્યતા છે કે પૂલ કામવાસના એ વયજન્ય આવેગ છે. અમુક વયે તંદુરસ્ત માણસમાં તે જન્મે છે ને અમુક ઉંમરે તે શમે છે. વય વિત્યા પછી પણ આપણા સમાજમાં તે રહે છે તેનું કારણ તે વાસના નથી, પણ તે વાસનાને આપણે આપેલ મહત્ત્વ, તેનું ઊર્ધ્વકરણ ન કરવાનો આપણો ઉછેર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org