________________
૧૧૫
જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય
ભીડભંજન પાર્શ્વનાથનો છંદ : ભીડભંજન પાર્શ્વનાથના છંદની રચના મુનિ ઉદયસાગરે સંવત ૧૭૭૮ કાર્તિક વદિ આઠમના રોજ કરી છે, એવો ઉલ્લેખ છંદમાં મળી આવે છે. આ રચનામાં યમકયુક્ત પંક્તિઓ ધ્યાન ખેંચે છે.
“ભીડભંજન પ્રભુ ભીડભંજન સદા, ભીડ ભવ ભિતિ ભય ભાવક ભંજણ, ભક્તિ જન રંજણો ભાવે ભેટ્યો.”
ભક્તજનોની સર્વ સર્વ આપત્તિને દૂર કરવામાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન પરોક્ષ રીતે સહાય કરે છે, અને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે. આ લઘુ છંદમાં કવિની વર્ણવ્યવસ્થાથી પદલાલિત્ય શુદ્ધ કવિતાનું દર્શન કરાવે છે.
શંખેશ્વર પાર્શ્વનાથનો છંદઃ ગુજરાતના જૈન તીર્થોમાં ઉત્તર ગુજરાતમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો મહિમા અપરંપાર છે. ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ તીર્થમાં વિવિધ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે.
કવિ ઉદયરત્નની ઉપરોક્ત ૭ ગાથાની રચનામાં શંખેશ્વર પાર્શ્વનાથનો અવર્ણનીય મહિમા ગાયો છે. અન્ય દેવદેવીઓની ઉપાસના છોડીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની એકાગ્રચિત્તે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. કવિએ વિવિધ દૃષ્ટાંતો દ્વારા એમનો મહિમા ગાયો છે. મનુષ્યજન્મ સફળ કરવા માટે શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિના પ્રભાવથી મુક્તિ પણ મળી શકે તેમ છે. નિદર્શના અલંકારવાળી નીચેની પંક્તિઓ કવિની ચતુરાઈ દર્શાવે છે : | કિહાં કાંકરો ને કીઠાં મેરુ શું ? કહાં કેસરી ને કહાં તે કરંગ? કહાં વિશ્વનાથ કહાં અન્ય દેવા ? કરો એકચિત્તે પ્રભુ પાસ સેવા (૪
કવિએ ભુજંગી છંદમાં આ રચના કરી છે.
નેમિનાથનો છંદ : જૈન સાહિત્યની છંદરચનાઓમાં મુનિ લાવણ્યસમયની સંવત ૧૫૪૬ની એક રચના પ્રાપ્ત થાય છે. કવિએ વિવિધ
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org