________________
૧૧૪
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ હિન્દી ભાષાના પ્રભાવવાળા છે. ઉપરોક્ત છંદમાં સાચા અર્થમાં શાંતિનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. છંદના અંતે કવિ જણાવે છે કે,
――
“જનમ-મરણના ભય નિવારો, ભવસાગરથી પાર ઉતારો,
શ્રી હન્થિનાઉર મંડણ સોહે, ત્યાંથી શ્રી શાંતિ સદા મન મોહે.” (૨૦ગા
શાંતિનાથ ભગવાનના ગુણગાન ગાવાથી જન્મ-મરણનો મહા ભય દૂર થાય છે અને ભવ-ભ્રમણમાંથી મુક્ત થવાય છે. ભગવાનની ભક્તિનું આ જ ફળ સર્વોત્તમ છે. બીજી કોઈ ફળની અપેક્ષા હોઈ શકે નહિ.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ : વર્તમાન ચોવીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનેક ચમત્કારોનો લોકોને અનુભવ થયો છે. પાર્શ્વનાથ ભગવાનની પૂજા-ભક્તિથી ચમત્કાર સર્જાય છે. એમના જીવનચરિત્ર વિશે વિવિધ પ્રકારની રચનાઓ થઈ છે, તેમાં એમનો મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુને અનેક નામથી ઓળખવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને ૧૦૮ નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સ્થળોએ આ નામધારી મૂર્તિનાં મંદિરો અસ્તિત્વ ધરાવે છે.
કવિ ખુશાલદાસે એકવીસ ગાથામાં આ છંદની રચના સંવત ૧૮૧૧ના ફાગણ સુદિ બીજને શુભ દિવસે કરી હતી, એવો ઉલ્લેખ છેલ્લી ગાથામાં થયો છે, તે નીચે મુજબ છે :
“અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, બીજ કજ્જલ ખે છંદ કરીયો, ગુરુ તણાં વિજય ખુશાલનો, ઉત્તમે સુખ સંપત્તિ વરીયો.” વાર૧/
કવિએ ઝૂલણા છંદમાં પાર્શ્વનાથ ભગવાનના નામનો મહિમા ગાયો છે. પાર્શ્વનાથ ભગવાન ભક્તોને સાચા હૃદયથી અત્યંત વ્હાલા છે, અને તેમની ભક્તિથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સંસારી જીવો પાર્શ્વનાથ ભગવાનને મનોવાંછિતના હેતુથી ભાવપૂર્વક પૂજે છે. કવિએ જણાવ્યું છે કે,
“સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, પાર્શ્વ હૃદયે રમ્યો પરમ પ્રીતે સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્યો સહુ, મુજ થકી જગતમાં કોણ જીતે
પાર્શ્વજિન રાજ-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org