________________
જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય _____ ૧૧૭
શ્રી ગૌતમસ્વામીનો છંદ : આ છંદની નવ ગાથામાં અનંતલબ્ધિનિધાન ભગવાન મહાવીરના પ્રથમ ગણધર અને જૈન સમાજના સૌ કોઈના મહાન ગુરુ ગૌતમસ્વામીનો અભૂતપૂર્વ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પ્રભાતના સમયમાં અને શુભકાર્યના પ્રારંભમાં ગૌતમસ્વામીનું સ્મરણ સર્વ પ્રકારની અભિલાષા પૂર્ણ કરે છે. એમનો મહિમા દર્શાવતાં કવિ જણાવે છે કે,
સુરમણિ જેહ ચિંતા મણિ સુરતરુ કામિત પૂરણ કામધેનું. એક ગૌતમ તણું ધ્યાન હૃદયે ધરો જેહ થકી અધિક નહિ માહાભ્ય કેહનું કામ
અષ્ટાપદ પર્વત પર શ્રી ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી પહોંચ્યા અને પાંચસો તાપસીને પારણું કરાવ્યું. આ કાળમાં ગૌતમસ્વામીના જીવનનો પ્રસંગ મહાન ચમત્કાર હોવાની સાથે સાથે એમનો પ્રભાવ દર્શાવે છે.
તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ પત્તરસે ગણને દીખ કીધી અઠ્ઠમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી છા
ગૌતમસ્વામીના નામસ્મરણનો પ્રભાવ એવો છે કે આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. સર્વ રીતે શાંતિ થાય છે. ભૌતિક જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. ભૂત, પ્રેત અને દેવો પણ પીડા આપતા નથી. આ રીતે આ છંદમાં ગૌતમસ્વામીના પરમ પ્રભાવક જીવનની માહિતી આપવામાં આવી છે.
નવકારનો છંદ : સામાન્ય રીતે જૈન સાહિત્યની છંદરચના એક જ છંદમાં વિષયવસ્તુનું નિરૂપણ કરે છે, પણ નવકારના છંદમાં પરંપરાગત લક્ષણો છે. આરંભમાં દુહા અને અંતે કલશનો પ્રયોગ થયેલો છે.
છંદના પ્રારંભમાં ચાર દુહા છે જેમાં નવકારમંત્રનો મહિમા દર્શાવ્યો છે. મનોવાંછિત પૂર્ણ થાય છે, સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પૂર્વજન્મનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org