Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 127
________________ « ૧૧૮ કર્મો નાશ પામે છે એમ દર્શાવ્યું છે. નવકારમંત્રનો મહિમા દર્શાવતાં કવિ નીચે પ્રમાણે જણાવે છે : જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ “સકળ મંત્ર શિર મુકુટ મણિ સદ્ગુરુ ભાષિત સાર સો ભવિયાં મન શુદ્ધશું નિત જપીએ નવકાર જી ▪▪▪▪▪ ૧૩ કડીમાં હાટકી છંદપ્રયોગ કરીને કવિએ નવકારમંત્રનો વિવિધ દૃષ્ટાંતો દ્વારા મહિમા ગાયો છે. કવિએ શ્રીપાલ મહારાજા, ચારુદત્ત, પાર્શ્વકુમાર, મહાબલકુમાર, મયણાસુંદરી, શ્રીમતી શ્રાવિકા, કંબલ-સંબલ વગેરે દૃષ્ટાંતોનો ઉલ્લેખ કર્યો છે. આ દૃષ્ટાંતો જૈન ધર્મની કથાઓમાં અવારનવાર સાંભળવા મળે છે, અને નવકારમંત્રના સંદર્ભમાં એમના નામ જનસમાજમાં અહોભાવપૂર્વક યાદ કરવામાં આવે છે. કાળચક્રનાં ગમે તેટલાં પરિવર્તન આવે તો પણ નવકારમંત્ર શાશ્વત છે, એમ અરિહંત ભગવાનની વાણી છે. કવિએ આ વિચાર દર્શાવતાં નીચે મુજબ જણાવ્યું છે કે, “આગે ચોવીશી હુઈ અનંતી હોસે વાર અનંતા નવકાર તણી કોઈ આદિ ન જાણે ઈમ ભાખે અરિહંત.” ઘો નવકારમંત્રના અડસઠ અક્ષર છે. પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર સમાન પવિત્ર હોઈ તેના સ્મરણથી આપત્તિ દૂર થાય છે. નવ લાખ નવકારમંત્રનો એક ચિત્તે જાપ કરવાથી નરક ગતિનું આયુષ્ય બંધાતું નથી, આ રીતે નવકાર મંત્રની માહિતી આપવામાં આવી છે. કવિએ પંચ શબ્દનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને નવકારમંત્રના ગૂઢ રહસ્યને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. “પંચ પરમેષ્ઠી જ્ઞાન જ પંચહ પંચ દાન ચરિત્ર પંચ સજ્જાય મહાવ્રત પંચહ, પંચ સુમતિ સમકિત પંચ પ્રમાદહ વિષય તો પંચ, પાળો પંચાચાર ।।૧૩। Jain Education International કલશ દ્વારા છંદરચના પૂર્ણ કરવામાં આવી છે. છંદના કવિ ઉપાધ્યાય કુશળલાભ છે, તેનો ઉલ્લેખ થયેલો છે. ધાર્મિક રચનાઓમાં પ્રત્યક્ષ રીતે ઉપદેશનું તત્ત્વ રહેલું હોય છે, તેનો પણ કલશમાં ઉલ્લેખ થયેલો છે. છંદના અંતે કવિ નીચે મુજબ જણાવે છે : For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155