________________
૧૧૨
જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪
સાહિત્યનો પ્રભાવ છે. જૈન સાહિત્યમાં મુખ્યત્વે ઝૂલણા અને ભૂજંગી છંદમાં રચનાઓ થઈ છે. છંદ સાહિત્ય ઘણી મોટી સંખ્યામાં રચાયેલું છે. પ્રસ્તુત નિબંધમાં નમૂનારૂપે છંદ રચના પર અવલોકન કરવામાં આવ્યું છે.
રણમલ્લ છંદ : ‘રણમલ્લ છંદ' એ ઈડરના રાવ રણમલ્લની પરાક્રમ ગાથાને વર્ણવતું ઐતિહાસિક વીર કાવ્ય છે. ૭૦ કડીની આ નાની ઐતિહાસિક કૃતિ તેના કાવ્યબંધની દૃઢતાની દૃષ્ટિએ, તે સમયની ભાષાની દૃષ્ટિએ, છંદની દૃષ્ટિએ, વીરરસના નિરૂપણની દૃષ્ટિએ, તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે. આ કાવ્યમાં મુખ્યત્વે રણમલ્લની વીરતાનું અને યુદ્ધનું વર્ણન હોવાથી કવિ ‘શ્રીધર વ્યાસે' એમાં વી૨૨સનું સફળ આલેખન કર્યું છે.
અંબિકા છંદ : જૈનેતર છંદરચનાઓમાં કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે. અંબિકા છંદ નામનું નાનું સ્તોત્રકાવ્ય ‘કીર્તિમેરુ’ નામના કવિએ સંવત ૧૪૮૭માં રચ્યું છે. તેમાં અંબિકા દેવીની “ખંડ હરિગીત છંદ”માં સ્તુતિ કરવામાં આવી છે.
ભવાનીનો છંદ : કોઈ લઘુનાકરે રચેલો ગ્રંથ ભંડારોમાં નોંધાયેલો છે, તદુપરાંત રેવાજીના છંદ, અંબા માતા અને બહુચરાજી માતાના છંદ પણ રચાયેલા છે.
રાવ જેતસીનો છંદ : આ છંદમાં બીકાનેરના રાવ જેતસીના પરાક્રમનું વીરરસમાં વર્ણન કરવામાં આવ્યું છે. આવી જ એક રચના ચારણી કવિ વીઠુંએ પણ કરી છે.
જૈન સાહિત્યની છંદરચનાઓ :
શાંતિનાથનો છંદ : શાંતિનાથના છંદની રચના ઋષિ જેમલજીએ ૨૬ કડીમાં કરી છે. તેમાં શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકની અને જીવનમાં કરેલી આરાધનાની તથા પરિવારની માહિતી આપવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યમાં ચરિÁત્મક રચનાઓ વિશેષ થઈ છે. આ રચના પણ શાંતિનાથ ભગવાનના ચરિત્રનો પરિચય કરાવે છે. તીર્થંકર ભગવાનનું ચરિત્ર એ સંસારી જીવોને માટે અગણિત ઉપકાર કરનારું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org