________________
Mવ મળના
-
ઉશ્કેરાટમાં શિખામણ આપનારના નબળાં પાસાં શોધીને અને ન મળે તો કલ્પીને પણ તેને વગોવે છે, જુઠાણું ફેલાવે છે. આ જુઠાણાંનો સામનો કરવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે તેવે વખતે માધ્યસ્થ ભાવના ધારણ કરવાથી ચિત્તની શાંતિ પ્રાપ્ત થાય છે.
વળી ઉન્માર્ગે ગયેલાને શિખામણ પણ શુભ આશયથી, હિતબુદ્ધિથી, મીઠી વાણી વડે આપવી. કડવી વાણી ત્યજવી, કારણ કે વાણીની કડવાશ કહેનાર માટે અણગમો જન્માવે છે. કોઈને ગર્વથી, ચારિત્ર્યખંડનના ભાવથી, ઉતારી પાડવાના આશયથી શિખામણ ન આપવી. એવી શિખામણ દ્વેષજનિત ધૂષિત વાતાવરણ જન્માવે. “પંચતંત્રમાં સુઘરીની વાત આવે છે. ચોમાસામાં બચ્ચાં સાથે સુરક્ષિત રહી શકાય એ માટે સુઘરીએ ચોમાસા પહેલાં તૈયારી કરીને ઝાડની ડાળે સરસ હુંફાળો માળો બનાવ્યો. ચોમાસું બેસતાં વરસાદના દિવસોમાં સુઘરી પોતાના માળામાં આરામથી બચ્ચાં સાથે રહેવા લાગી. એક વખત વરસાદમાં ઠંડીથી થરથરતો વાંદરો એ ઝાડ પર આવ્યો. તેને એવી દશામાં જોઈને સુઘરીએ તેને ઠપકો આપ્યો, “તેં આળસ કરી ને ? હવે ભોગવ બધી તકલીફ !” થોડી વાર રહીને ફરી સુઘરી બોલી, “વાંદરા ! તેં તો મોજ-મજા જ કર્યા કરી ! આખો ઉનાળો વીતી ગયો તોય તને કાંઈ વિચાર ન આવ્યો ?” આમ, વારંવાર સુઘરીના ઠપકાથી વાંદરો એકદમ રોષે ભરાયો. એણે કૂદીને રોષમાં આવીને સુઘરીનો માળો તોડી નાંખ્યો. સંઘરી અને તેનાં બચ્ચાં નીચે પડ્યાં. આમ, વાંદરો અને સુઘરી કોઈને ય લાભ ન થયો. આથી પાત્રતા જોયા વિના કોઈને શિખામણ આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. માણસે પોતાનાં ડહાપણ, સાવધાની વગેરેની બડાશ ન મારવી જોઈએ.
જ્યારે આવી રીતે પોતે કરેલાં હિતવચનની બાબતમાં નિષ્ફળતા મળે ત્યારે માણસે પ્રથમ પોતાની પાત્રતાનો વિચાર કરવો જોઈએ, પોતાની ક્યાંય ભૂલ તો નથી થતી ને ? પોતે ગુરુતાગ્રંથિ (Superiority Complex)થી પીડાતા તો નથી ને ? અથવા તો એમ પણ વિચારવું કે, પોતાનો પુણ્યોદય એટલો ઓછો હશે, પોતાનું યશનામકર્મ એટલું ઓછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org