________________
૧૦૬ .
___ જૈન સાહિત્ય સમારોહ-ગુઠ ૪ આવે ત્યારે તે તેની અવગણના કરે તો તેના પર રોષ કરવાને બદલે ચિત્તમાં સમતા રાખવી, મનથી સ્વસ્થ રહેવું તે માધ્યસ્થભાવ. આવી વ્યક્તિ પર પ્રગટ નહિ પરંતુ મનથી પણ ક્રોધ કરી પોતાની જાતને પણ દુઃખી ન કરવો અને સમજપૂર્વક સ્વસ્થ રહેવું તે માધ્યસ્થ ભાવ. આ ઘણું જ દુષ્કર છે, પરંતુ એકંદરે તે શ્રેયસ્કર અને ધર્મમાર્ગે દોરનારું છે.
જ્યારે શુભ આશયવાળી વ્યક્તિને કોઈ ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે વાળવામાં નિષ્ફળતા મળે ત્યારે સ્વાભાવિક રીતે જ તેનામાં ક્રોધ જન્મ, દુર્ભાવ પ્રગટે, પરિણામે પરિસ્થિતિ બગડે. બંને પક્ષે ગેરસમજ અને અણગમો પ્રવર્તે. વ્યક્તિની આ માનવસહજ નબળાઈને ધ્યાનમાં રાખીને ભગવાને માધ્યસ્થ ભાવનો ઉપદેશ આપ્યો છે. પરંતુ આ નિર્બળતા દૂર કરવા શું કરવું ? પ્રથમ તો નિષ્ફળતા મળે તેનો રંજ ન કરવો. પોતે સભાવપૂર્વક કરેલા પ્રયત્નથી સંતોષ માનવો. પોતાના પ્રયત્ન પાછળ સદુભાવ જ હતો કે કેમ તે પ્રામાણિકપણે ચકાસવું. નિષ્ફળતા મળે ત્યારે મૌન રહેવું. મૌનની શક્તિ ઘણી મોટી છે. મૌનમ્ સર્વાર્થસાધનમ્ | મૌનને કારણે વાણીથી થતા દોષોથી બચી જવાય છે. નિષ્ફળતાને કારણે ક્રોધ તો ન જ કરવો, કારણ ક્રોધથી મતિ મૂઢ બને છે. સ્મૃતિવિભ્રમ થાય છે અને પરિણામે બુદ્ધિનો નાશ થાય છે. ક્રોધથી સ્વજનો વિપરીત થઈ જાય છે. એથી જીવનમાંથી સુખ-શાંતિ ચાલ્યાં જાય છે. શાંત સુધારસમાં વિનયવિજયજી મહારાજે લખ્યું છે :
योऽपि न सहते हितमुपदेशम् तदुपरि मा कुरु कोप रे । .
निष्फलया किं परजनतप्त्या कुरुषे निजसुख लोप रे ।। જે કોઈ હિતકારક ઉપદેશ ન સાંભળે તો પણ તેના પ્રત્યે ક્રોધ ન કરવો, ક્રોધ કરવાથી સામેની વ્યક્તિ સુધરે નહિ અને વધારામાં આપણે પોતાનાં સુખ-શાંતિ ગુમાવીએ.
ઉપદેશ કે શિખામણ કે અભિપ્રાય અવસરોચિત હોય તો રુચિકર લાગે છે. સામી વ્યક્તિ ત્યારે તે હૃદયપૂર્વક સ્વીકારવા તૈયાર થાય છે. જો તે અવસરોચિત ન હોય તો તેથી આપનાર અને લેનાર બંને વચ્ચે વેરઝેરનાં બીજ વવાય છે. કેટલીક વાર ટૂંકી દૃષ્ટિવાળી વ્યક્તિ વેરબુદ્ધિથી
Jain Education International
For Private & Personal Use
www.jainelibrary.org