________________
માધ્યસ્થ ભાવના તારાબહેન ૨. શાહ
ભાવના માનવજીવનની અદ્દભુત શક્તિ છે. શુભ ભાવના એટલે જીવની કલ્યાણકારી વિચારધારા. શુભ ભાવના એટલે સ્વ-પર-કલ્યાણ કરે એવા વિચારોનું દૃઢપણે એકાગ્રચિત્તે ચિંતન-મનન કરવું. શુભ ભાવનું વારંવાર ચિંતન કરવાથી મનની ચંચળતા દૂર થાય છે, આત્મા શુદ્ધ બનતો જાય છે અને વૈરાગ્યનો ભાવ દૃઢ બને છે. આમ, ભાવના આત્માને નિર્મળ કરવાનું એક મહત્ત્વનું સાધન છે.
‘તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ ભાવના માટે ‘અનુપ્રેક્ષા’ શબ્દ પ્રયોજ્યો છે. પ્રેક્ષા એટલે નિરીક્ષણ કરવું. અનુપ્રેક્ષા એટલે આંતરનિરીક્ષણ કરવું. ‘આવશ્યકસૂત્ર'ની ટીકામાં હરિભદ્રસૂરિએ ભાવ્યતેઽનેનનીતિ ભાવના એવી ભાવનાની વ્યાખ્યા બાંધી છે. જેના વડે મનને આનંદ થાય, સુખ થાય તે ભાવના. તેઓ ભાવનાને ‘વાસના’ પણ કહે છે. જે મનને વાસિત કરે તે ભાવના. આનંદધનજીએ પણ અજિતનાથ ભગવાનના સ્તવનમાં ‘વાસના’ શબ્દ વાપર્યો જ છે :
તરતમ જોગે રે તરતમ વાસના, વાસિત બોધ આહાર; પંથડો નિહાળું રે બીજા જિન્નતણો રે.
જેટલી વાસના સૂક્ષ્મ તેટલો વિશેષ બોધ મનમાં પ્રગટે છે અને મનની શુદ્ધિ થાય છે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના સમ્યક્ત્વ પ્રકરણમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીરસ્વામીને ભાવના વિશે પ્રશ્ન પૂછે છે. ભગવાનના જવાબનો સાર એ છે કે ભવનો અંત લાવે તે ભાવના. અર્થાત્ ભાવના ભવનો અંત લાવનારી પ્રક્રિયા છે. એટલે જ ભાવનાને ‘ભવનાશિની’ કહી છે.
ભાવના પાછળ માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણ રહેલો છે. ભાવનાનો આધાર ચિત્ત ઉપર છે. ચિત્તથી ભાવના ભાવી શકાય છે. જગતના જીવો પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે કેવી ભાવના રાખવી જેથી મનુષ્યજન્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International