________________
૧૦૫
_જેને સાહિત્ય સમારોહ-ગુરુ * * શણગાર કરવાં, શરીરે હળદર ચોપડી ચામડીને કોમળ અને મુલાયમ બનાવવી વગેરેથી ભલે સુંદરતા આવતી હોય, તો પણ એ માત્ર ઉપરછલ્લી છે. સુંદરતા એટલામાં સીમાબદ્ધ નથી થતી. સાચું સૌંદર્ય તો કેળવણી અને સંસ્કારવર્ધનમાં છે, કે જેનાથી મનુષ્યને સારા-નરસાની સમજ મળે, વિવેકયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અંતરને શાંતિ મળે.” (૨૩૨)
નાવડિયારનાં ચાલીસ “અધિકાર માં આવી જ્ઞાનસભર વાતો ઉપરાંત ધાર્મિક આચરણ, સમતા, ક્ષમા, દાનશીલતા, કર્મ અને તેનો વિપાક, સત્યનિષ્ઠા, પરિવાર, ગૃહજીવન, વડીલોનો આદર અને મર્યાદા, સત્સંગ, પુરુષાર્થ, મૈત્રી, બહુગુણસંપન્નતા, કેળવણી, કૃપણતા, દાંપત્યપ્રેમ, હોંશિયારી, બેવકૂફી, અર્થહીન સંપત્તિ, ગરીબી, માન, મોભો, સ્વમાન, અજ્ઞાન, નાદાની, યોગ્યતા, પાત્રતા વગેરે ગૃહસ્થજીવનને સ્પર્શતી તેમજ જીવનવ્યવહારમાં ઉપયોગી એવી અનેક બાબતોને સુંદર રીતે વણી લેવામાં આવી છે.
અસ્તુપાલ, પોરુલપાલ અને કામાતુપાલ અર્થાતુ ધર્મ, અર્થ અને કામ સંબંધી ગ્રંથમાં કર્તાનું કોઈ નામ નથી.
તમિળ સાહિત્યમાં “તિરુકુળ” જેટલી જ મહત્તા અને લોકપ્રિયતા નાલડિયાર'ની કહી શકાય. સગુણો ખીલવવાનો બોધપ્રધાન ગ્રંથ છે.
પરંતુ અફસોસની વાત તો એ છે કે રાજા ઉગ્રપેરવવુડના ક્ષણિક ક્રોધના આવેશને કારણે આઠ હજાર પદોમાંથી માત્ર ચારસો પદો જ ઉપલબ્ધ થઈ શક્યાં. રાજાએ જો આ મૂર્ખાઈ ન કરી હોત તો ભારત પાસે આઠ હજાર ઋચાઓનો કેટલો સમૃદ્ધ જ્ઞાનરાશિ સમો ગ્રંથ હોત ! છતાં ચારસો પદોનો સચવાયેલો ગ્રંથ નાનકડો પણ ફાનસમૃદ્ધ અને આજના સમયમાં પણ એટલો જ ઉપયોગી થાત.
એક માન્યતા એવી પણ છે કે આ રચના આઠ હજાર શ્રાવકોએ કરેલી છે. એક માન્યતા એવી છે કે આ રચનાનો સમય પાંચમી સદી આસપાસનો છે. એમ હોય તો પણ કોઈ ફરક પડતો નથી. એક વાત તો ચોક્કસ જ છે કે વિદ્વાન ગુણીજનોએ આ રચના કરી છે એ વિષે કોઈ સંદેહ ન હોઈ શકે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org