________________
તમિળ જૈન કૃતિ –‘નાલડિયાર’
૧૦૧
સમયને પારખ્યા વગર અવિચારીપણે સંપત્તિને બેફામપણે વેરી નાંખનારને સમય પલટાતાં પાઈ-પાઈ માટે ટળવળવાનો વારો આવે છે. આ પદનો ભાવાર્થ છે :
જે એક તરફ આરોગે છે, અને બીજી તરફ થૂંકી નાખે છે, તે ખૂબ જ ધનવાન છે. પણ સમય ક્યારે પલટો લે છે, એ કોઈ જાણતું નથી - જાણી શકતું નથી. આજનો લખપતિ આવતી કાલે રઝળતો ભિખારી પણ થઈ જાય છે. રોજ મિષ્ટાન્ન આરોગનારને રોટલીના ટુકડા માટે પણ ટળવળવાનો અવસર આવે છે. માટે યાદ રહે કે સંપત્તિ નાશવંત છે, લક્ષ્મી ચંચલ છે.’(૨)
એક પદમાં ચારિત્રવિહીનતા, પરસ્ત્રીસંબંધ વિષે અર્થગંભીર ચેતવણી ઉચ્ચારી સૂચક-અંગુલિનિર્દેશ કર્યો છે. આ પદનો ભાવાર્થ છે :
‘વ્યક્તિ જ્યારે પરસ્ત્રીસંબંધ અર્થે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારથી જ એના મનમાં ફફડાટ અને ડર ઉત્પન્ન થાય છે. એવી સ્ત્રી સાથે સંબંધ બાંધતાં પણ ભયભીત હોય છે. ઘરમાંથી નીકળતાં પણ ડર પીછો છોડતો નથી. કોઈને ખબર પડી જશે તો ? એ વિચારે જ એને પરસેવો થવા માંડે છે. આટલું બધું જાણવા-સમજવા છતાં શા માટે પુરુષો પરસ્ત્રી પાસે જતા હશે ?' (૮૩) અન્ય એક પદમાં દુર્જન પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે અને સ્વભાવ પ્રમાણે જ દુષ્ટતા દાખવે છે એ વાત કહી છે. આ પદનો ભાવાર્થ છે :
‘કૂતરાને સોનાની થાળીમાં ભોજન કરાવશો તોયે એ એંઠી પતરાવલી તો ફેંદવાનો જ. એ જ પ્રમાણે હલકી વૃત્તિના માણસો પર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે, તો પણ તેઓ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તવાના.’ (૩૮૩)
એક પદમાં સૌંદર્ય સંસ્કારથી દીપે છે, બાહ્ય આડંબર કે ઠઠારાથી નહિ. આવાં બાહ્ય ઉપકરણો કેટલાં ક્ષુલ્લક હોય છે, એ વાત માર્મિક રીતે કહી છે. આ પદનો ભાવાર્થ છે :
જાતજાતના અંબોડા ગૂંથવા, સુંદર ભભકાદાર કપડાં પહેરવાં,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International