________________
૯
--
તમિળ જૈન કૃતિ - “નાલડિયાર'__ હજાર પદ થઈ જાય અને રાજા એ પદો આપણી વિદાય પછી પણ ગાય, તેનું મનન કરે, જ્ઞાન પામે અને આનંદિત થઈ ઊઠે.
અને એ નિર્ણયને અનુરૂ૫ દરેક મુનિએ પોતાના જ્ઞાન-અનુભવની ચરમસીમારૂપ એક એક પદ રચ્યું અને મધરાતે એ પદ પોતપોતાના આસન પર મૂકી અંધારામાં જ મુનિઓ નગર છોડી ગયા.
બીજા દિવસે સવારે રાજાને સમાચાર મળ્યા ને રાજાને સખત આઘાત પહોંચ્યો. અનુચરોએ આઠ હજાર પદ-પત્રો રાજા સમક્ષ રજૂ કર્યા. પરંતુ આઘાતની અવધિમાંથી રાજાનો ક્રોધ ભભૂક્યો અને પદમાં શું લખ્યું છે તે જાણવાની, વાંચવાની જરી પણ દરકાર કર્યા વગર રાજાએ ભાન ભૂલી તમામ પત્રોને નદીમાં પધરાવી દેવાનો કડક હુકમ આપ્યો. સેવકોએ રાજાની આજ્ઞા અનુસાર તમામ પદ-પત્રો નદીમાં પધરાવી દીધાં. નદીના ધસમસતા વહેણમાં પદ-પત્રો તણાઈ લુપ્ત થતાં ગયાં. યોગાનુયોગે માત્ર થોડાંક પદ-પત્રો સામે કાંઠે પહોંચી અટવાઈ અટકી ગયાં.
રાજાના ક્રોધના આવેશ ઓસરતાં જ એને ખૂબ પશ્ચાત્તાપ થયો. ખૂબ ખેદ થયો. એણે ફરી પાછા અનુચરોને દોડાવ્યાં.....નદીમાં પધરાવેલ બધાં પદ-પત્રો એકઠાં કરી હાજર કરો...” અનુચરો દોડ્યા...કિનારે અટવાયેલાં ચારસો પદ-પત્રો મળ્યાં. અનુચરોએ રાજા સમક્ષ રજૂ કર્યા. દરેક પદ-પત્રમાં ચાર પંક્તિનું સુંદર ભાવવાહી અને જ્ઞાનસભર પદ હતું. રાજાના આશ્ચર્ય અને આઘાતનો પાર ન રહ્યો. રાજાએ ફરી સેવકોને દોડાવ્યા......પણ બાકીનાં પદો તો તણાઈ ચૂક્યાં હતાં. રાજાએ ખૂબ અફસોસ કર્યો.....પણ વ્યર્થ. ઉપલબ્ધ ચારસો પદોને રાજાએ એકત્ર કરી જે ગ્રંથ રચ્યો-ગ્રંથસ્થ કર્યા, અને નામ આપ્યું “નાવડિયાર'. હવે નાવડિયારનાં કેટલાંક પદ્ય જોઈએ ? આ દેહ કેટલો નશ્વર છે, નાશવંત છે અને ધર્મ, આરાધના, સાધના
વિના વિલંબેઘડપણની રાહ જોયા વિના–સમયસર શરૂ કરવી જોઈએ, : પરી કરવી જોઈએ. કારણ કે ક્ષણ માત્રમાં માણસ હતો ન હતો થઈ જાય છે. એ પદનો ભાવાર્થ છેઃ
આ શરીર ઘાસનાં તણખલાં પર પડેલાં ઝાકળબિંદુ સમાન ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org