________________
૧૦e_
___ઐન સાહિત્ય સમારોહ-ગુ૭ ૪ અને ક્ષણભંગુર છે. માટે બને તેટલી ત્વરાથી આત્મસાધનાનું કાર્ય શરૂ કરી પૂર્ણ કરો. કારણ કે દેહનો કોઈ ભરોસો નથી. હજી હમણાં જ એક માણસ અહીં સાજા-નરવો ઊભો હતો પણ થોડી ક્ષણો પહેલાં જ બધાને રોતા-કકળતા મૂકી, સ્વજનો-સંબંધીઓને છોડી સદાને માટે ચાલ્યો ગયો. માટે સમજી લ્યો કે આ શરીર નશ્વર છે. (૨૯).
અહીં ફરી મહાવીરસ્વામીની વાત આવી. ઝાકળ સમાન ક્ષણભંગુર દેહ, અને મહાવીરે જે કહ્યું, “હે ગૌતમ, સમય અલ્પ છે, ક્ષણ માત્રનો પ્રમાદ ન કર.'
બીજા એક પદમાં અલ્પ સમયને લક્ષમાં રાખી, વાંચન-ચિંતનમાં પણ સમયનો વિવેક જાળવવાની વાત કહી છે. જિજ્ઞાસુ કે મુમુક્ષુએ ક્ષીરનીરનો ભેદ પારખી યથાર્થ અને વ્યર્થ વચ્ચેની સીમારેખાને સમજી આવશ્યક વાંચન-ચિંતન કરી બિનઆવશ્યક પાછળ સમય વેડફવો ન જોઈએ. આ પદનો ભાવાર્થ છે :
ઓ..હો...આ દુનિયામાં ગણ્યા ગણાય નહિ એટલા ગ્રંથો છે. ગ્રંથોની સીમા નથી, પણ આયુષ્ય મર્યાદિત છે, અલ્પ કે ઓછું છે. તેમાં પણ માનવીને કેટલાક એવા રોગ થાય છે કે જે આયુષ્યનો અમુક ભાગ નષ્ટ કરી દે છે. એટલા માટે શાણા વિદ્વાન પુરુષો દૂધ પીનારા હંસની જેમ પાણી છોડી સારા સારા ગ્રંથોમાંથી ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરી બાકીનું છોડી દે છે.” (૩૮૩)
સજ્જન પોતાની સજજનતા કે સવૃત્તિ ક્યારેય છોડતા નથી અને અપકાર કરે તેના પર પણ પરોપકારવૃત્તિ અને પારમાર્થિક ભાવનાથી ઉપકાર જ કરે છે. એક પદમાં આ વાત ખૂબ સુંદર રીતે રજૂ થઈ છે. એનો ભાવાર્થ છે :
“કૂતરો ક્રોધે ભરાય ત્યારે માણસને કરડે છે. પણ માણસને ક્રોધ ચડે તો પણ તે કૂતરાને કરડતો નથી, દુર્જન કે નીચ વૃત્તિના લોકો ક્રોધાવેશમાં હલકા શબ્દો સંભળાવે છે. છતાં ઉચ્ચ ગુણો ધરાવતી વ્યક્તિ એના પ્રત્યુત્તર પણ આપતી નથી અને વિચલિત પણ થતી નથી.” (૭૦).
બીજા એક પદમાં સંપત્તિની લણજીવિતા, નશ્વરતા વિષે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org