________________
તમિળ જૈન કતિ – “નાલડિયાર
નેમચંદ ગાલા ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ તમિળ ભાષા સૃષ્ટિની પ્રાચીનતમ ભાષાઓમાંની એક છે. દ્રવિડ પરિવારની અન્ય કન્નડ (કાનડી), તેલુગુ અને મલયાલમમાં તમિળ સૌથી વધુ વિકસિત ભાષા છે. *
તમિળ દેશની પ્રજાસંસ્કૃતિ એટલે દ્રવિડ સંસ્કૃતિ. તે અતિ પ્રાચીન ગણાય છે. પાછળથી આર્યો દક્ષિણમાં આવ્યા. પોતાની સંસ્કૃતિ લાવ્યા. બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ, ત્રણે પંથના લોકો પોતાની સંસ્કૃતિ અને નીતિતત્ત્વ લઈને દક્ષિણમાં આવવા લાગ્યા.
તમિળ સંસ્કૃતિના મૂળ પાયા દ્રવિડ છે પણ એની ભવ્ય ઇમારત આર્ય સંસ્કૃતિની છે. બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ પંડિતોએ આ દેશમાં વિદ્યાપીઠો સ્થાપી, સાહિત્ય સંઘોની સ્થાપના કરી, ગ્રંથાલયો નિર્માણ કર્યા; અદ્ભુત સાહિત્યસર્જનથી તમિળ ભાષાને ભવ્યતા, સમૃદ્ધિ તેમજ સ્થિરતા અર્પી.
ભારતની અનેક અર્વાચીન ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો છે. પરંતુ તમિળ એ સ્વતંત્ર ભાષા છે. એમાં સંસ્કૃતના પાંચ ટકા જ શબ્દો જ હશે. તમિળ ભાષાનો શબ્દકોશ, શબ્દસંગ્રહ, સ્વતંત્ર અને વિપુલ છે, એની વાક્યરચના, સમગ્ર માળખું સ્વાવલંબી અને સ્વયંભૂ છે.
વિંધ્યાચલ પર્વતમાળા ઓળંગી પ્રથમ આવેલા મહર્ષિ અગત્સ્ય, તમિળ ભાષાનું પ્રથમ વ્યાકરણ એમણે રચ્યું હતું એવી દંતકથા છે.
પ્રાચીનતમ કાવ્યો સંગમ કાવ્ય તરીકે ઓળખાતાં. મદુરાઈમાં “સંગમ' જ્ઞાનપીઠની સ્થાપના થઈ હતી. સંગમ કાવ્યો આઠ વિભાગમાં સંગ્રહિત છે. કાવ્યોના બે જ મુખ્ય વિષય જોવા મળે છે. પ્રેમ (અહમ્) અને યુદ્ધ (પુરમ્).
તમિળ દેશના પાંચ વિભાગઃ પર્વર્તી, વેરાન પ્રદેશ, જંગલો, ખેતરો અને કાંઠાનો પ્રદેશ. એ સૌને પ્રેમ અને યુદ્ધના એક એક સંદર્ભથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org