________________
___જન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે :
चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ।। સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે “નમો સિદ્ધાણં' પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરીરનો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર કરનાર તથા “પંચમ ગતિ' (મોક્ષ ગતિ) અપાવનારા છે.
આ પંચમ ગતિ મેળવવાનું પોતાનું લક્ષ્ય રહે અને તેને યોગ્ય પુરુષાર્થ કરવાનું બળ મળી રહે એવી જીવની અભિલાષા હોવી ઘટે.
परिशिष्ट
શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન શ્રી શૈલેશી પૂર્વપ્રાંત, તનુ હીન ત્રિભાગી;
પર્વપ્રયોગ પ્રસંગથી, ઉરધ ગતિ જાગી. સમય એકમ લોકપ્રાંત, ગયા નિગુણ નિરાગી;
ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કેવલ દંસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ; સિદ્ધ ભયે સુ હીરધર્મ, વંદે કરી શુભ ભાવ.
શ્રી સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધીએ રે, ક્ષય કીધાં અડ કર્મ રે શિવ વસીયા.
અરિહંતે પણ માનીયા રે, સાદી અનંત સ્થિર શર્મ રે. ૧ ગુણ એકત્રીસ પરમાત્મા રે, તુરિય દશા આસ્વાદ રે. એવંભૂત નયે સિદ્ધ થયા રે ગુણગણનો આહલાદ રે. ૨ સુરગણ સુખ ચિહું કાળના રે, અનંતગુણો તે કીધ રે અનંત વર્ગે વર્ગિત કર્થ રે, તો પણ સુખ સમીધરે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org