________________
બે પરમાત્મા _ __ _ __ _ _ __ _ _ _ _ ~
એ દિવસે “ૐ હ્રીં નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે.
એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ – એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક ગુણ બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમ કે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાધ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (પ) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૬) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ.
એ દિવસે ગોધુમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિસંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ કરનાર ઘઉંની વાનગી વાપરે છે.
વીસ સ્થાનક તપની આરાધનાના દુહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દુહો બોલી નમસ્કાર કરવામાં આવે છે.
ગણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ. અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ.
એ દિવસે “ૐ નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ન કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ(આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ.ત., શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમ:. વળી પ્રત્યેક ખમાસમણ વખતે ઉપરનો દુહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે તથા સિદ્ધપદનું ધ્યાન રક્ત વર્ણ કરવાનું હોય છે.
સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થંકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. એટલે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org