________________
સિદ્ધ પરમાત્મા
– – – – – – –– – – सिद्धाण नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ।। सिद्धाण नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ।।
[શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. તેઓને ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો વળી બોધિલાભને માટે થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ધન્ય પુરુષોના ભવનો ક્ષય કરનાર થાય છે. હૃદયમાં તેનું અનુકરણ કરવાથી દુર્ગાનનો નાશ થાય છે.
શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે બહુ વાર સતત કરવામાં આવે છે.
શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે તથા સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.]
કોઈક કદાચ પ્રશ્ન કરે કે મોક્ષે ગયેલા જીવોને આપણે નમસ્કાર કરીએ છીએ. તો પછી “નમો મુત્તાણું'ને બદલે “નમો સિદ્ધાણં' બોલવાની - શી જરૂર ? એનો ઉત્તર એ છે કે જીવનું લક્ષ્ય તો આઠ પ્રકારનાં કર્મનો અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરી સંસાર–પરિભ્રમણમાંથી મુક્તિ મેળવવાનું છે. ” જે જીવો મુક્તિ પામ્યા છે તેમને આપણે નમસ્કાર કરીએ છીએ એ સાચું. “મુક્ત” અને “સિદ્ધ” એ બે શબ્દો આમ તો સમાન અર્થવાળા છે. છતાં તે બંને વચ્ચે સૂક્ષ્મ અર્થભેદ છે. એટલે જ આપણે “નમો મુત્તાણું” નથી બોલતા, પણ “નમો સિદ્ધાણં' બોલીએ છીએ. સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત થવું અને અનંત ચતુષ્ટયી પ્રાપ્ત કરી સિદ્ધ બનવું એ બે વચ્ચે સમયાંતરનો ફરક છે. શ્રી સાગરાનંદસૂરિએ સમજાવ્યું છે કે જેલમાંથી છૂટવું એ કેદીનું પ્રથમ લક્ષ્ય હોય છે, પરંતુ છૂટ્યા પછી સ્વગૃહે આવીને રહેવાનો આનંદ ભોગવવો એ એનું અંતિમ લક્ષ્ય હોય છે. તેવી રીતે કાયારૂપી જેલમાંથી, સંસાર–પરિભ્રમણમાંથી છૂટવું એ જીવનું પ્રથમ લક્ષ્ય છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ, શુદ્ધ સ્વરૂપમાં રહી અવ્યાબાધ સુખ અનુભવવું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org