________________
૯ - - - - -
_જૈન સાહિત્ય સમારોહ-ગુજ - - - - જીવનું અંતિમ લક્ષ્ય છે. એટલા માટે “નમો મુત્તાણને બદલે “નમો સિદ્ધાણં' જ યોગ્ય પાઠ છે.
નવકારમંત્રમાં આપણે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ. એમાં સિદ્ધ ભગવંતને કરેલો નમસ્કાર આવી જાય છે. દરેક પદની જે જુદી જુદી આરાધના કરવામાં આવે છે તેમાં પણ સિદ્ધ પદની જુદી આરાધના થાય છે. નવ પદની આરાધનામાં અને વિસ સ્થાનકની આરાધનામાં પણ સિદ્ધ પદની આરાધના આવી જાય છે.
આત્મરક્ષા મંત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતો મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલા છે (મુવપદં વરF). જિનપંજર સ્તોત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતોની આરાધના ચક્ષુરિન્દ્રિય અને લલાટના રક્ષણ માટે કરાય છે. શરીરમાં રહેલા મૂલાધાર વગેરે સાત સૂક્ષ્મ ચક્રોમાં નવકારમંત્રનાં પદોનું ધ્યાન ધરાય છે, તેમાં “નમો સિદ્ધાણં પદ”નું ધ્યાન મસ્તકમાં રહેલા સહસાર ચક્રમાં અથવા લલાટમાં આજ્ઞાચક્રમાં ધરવામાં આવે છે. (લલાટ અર્ધચંદ્રાકાર સિદ્ધશિલાનું પ્રતીક ગણાય છે.) હૃદયના સ્થાને અદલ કમળમાં નવકારમંત્રનું ધ્યાન ધરાય છે, તેમાં મધ્યમાં કર્ણિકામાં અરિહંત પરમાત્માના ધ્યાન પછી ઉપરની પાંદડીમાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ષે ધ્યાન ધરવામાં આવે છે. આમ, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે.
“નમો સિદ્ધાણં' પદના વર્ણાક્ષરોને જુદી જુદી રીતે ઘટાવી શકાય છે, જેમ કે, ન = નમસ્કાર, મ = મર્દન (માનકષાયનું), સિ = સિદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ, દ્ધ = ધર્મસ્વભાવ અને ણ = નહિ (એથી કશું અધિક નથી). આમ પાંચે વર્ણનો સાથે અર્થ કરતાં કહેવાય કે સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી માન–કષાયનું મર્દન થાય છે, નિજસ્વરૂપની ઓળખાણ થાય છે. સ્વાત્મજ્ઞાન જાગ્રત થાય છે અને સ્વસ્વરૂપની ઉપલબ્ધિ પ્રાપ્ત થતાં એથી અધિક કશું જ મેળવવાનું રહેતું નથી.
તદુપરાંત “નમો સિદ્ધાણં'ના જાપ અને ધ્યાનથી “ગરિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કારણ કે “સિદ્ધાણં' પદમાં ત્રણે ગુરુ માત્રાઓ રહેલી છે, સિદ્ધ પદ પાંચે પદમાં મોટું છે - ગુરુ છે અને તેમાં “સિદ્ધા” પદ સિદ્ધેશ્વરી યોગિની માટે વપરાય છે અને તે ગરિમા સિદ્ધિ આપનાર છે. આમ “નમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org