________________
સિદ્ધ પરમાત્મા
૩
જ્યારે કોઈ જિનેશ્વર ભગવાનને પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા છે ? ત્યારે જિનેશ્વર ભગવાન ઉત્તર આપે કે અત્યાર સુધીમાં એક નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો મોક્ષે ગયા છે.
કોઈક પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં સંસારમાંથી કેટલા જીવો સિદ્ધ પરમાત્મા બન્યા ? ઉત્તર છે : અનંત જીવો, કારણ કે જીવો સંસારપરિભ્રમણમાંથી મુક્ત થઈ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે એ ઘટના અનાદિ-અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો સિદ્ધ થઈ ગયા છે, વર્તમાનકાળે પણ (મહાવિદેહ ક્ષેત્રમાંથી) અનેક જીવો સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ થશે.
જૈન દર્શન પ્રમાણે સંસારમાં જેટલા જીવો છે અને સિદ્ધાવસ્થામાં જેટલા જીવો છે તે કુલ જીવોમાંથી એક પણ જીવ ક્યારેય ઓછો થવાનો નથી કે એક પણ નવો જીવ તેમાં ઉમેરાવાનો નથી. સંસારી જીવો સિદ્ધ બને એ ઘટના અનાદિ કાળથી નિરંતર બને છે અને અનંત કાળ સુધી બનતી રહેશે. જૈન દર્શન પ્રમાણે જ્યારે એક જીવ સિદ્ધ થાય છે ત્યારે એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે. કોઈક પ્રશ્ન કરે કે જો આવી રીતે જીવો નિરંતર સિદ્ધાવસ્થા પામતા જાય તો એનો અર્થ એ થયો કે સંસારી જીવોમાંથી એટલા જીવો ઓછા થયા. તો પછી એમ કરતાં કરતાં એવો વખત ન આવે કે બધા જ જીવો સિદ્ધ બની જાય ? એનો ઉત્તર એ છે કે સિદ્ધગતિમાં હાલ અનંત જીવો છે અને હવે પછી ગમે તેટલા જીવો ત્યાં જાય તો પણ તે અનંત જ રહેવાના. તેવી રીતે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી, ક્રમ ક્રમે જીવ ઊંચે ચડતો જઈ સિદ્ધ બને તો પણ નિગોદના અનંત જીવો જે છે તે અનંત રહેવાના, એટલા માટે જ કહેવાય છે ઃ ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત.’
જૈન દર્શન પ્રમાણે આંકડાઓના ત્રણ મુખ્ય વિભાગ (રાશિ) બતાવવામાં આવે છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત અને (૩) અનંત. આમાં અનંત રાશિને આય (+) અને વ્યય (-) ઇત્યાદિની કોઈ અસર થતી નથી. એટલે તેનો ક્યારેય વિચ્છેદ થતો નથી. એ વાત ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org