________________
સ્વરૂપ મંત્ર
૪૩
અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે, અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના અત્યંત વિશુદ્ધ એવાં નિરંજન નિરાકાર પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સ્થિત થયાં છે, વર્તમાને ચૌદમા ગુણસ્થાનકે રહી સિદ્ધ થઈ રહ્યાં છે અને જેઓ હવે સિદ્ધ થનાર છે; તે સર્વે સિદ્ધ ભગવંતોનાં દર્શન, વંદન, ફળ સ્વરૂપ, અસિદ્ધપણાનો નાશ અને સિદ્ધપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૐ નમો સિદ્ધાનું !!
અસદાચારી એવો હું, સદાચારી બનવા માટે, આચાર્ય ભગવંત, જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, પંચાચાર પાળી રહ્યાં છે, પંચાચારની પાલના કરાવી રહ્યાં છે, અરિહંત અને સિદ્ધ બનવામાં નિમિત્તભૂત, સહાયભૂત થઈ રહ્યા છે, એવા સર્વોચ્ચ સાધક, સર્વ આચાર્ય ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ અસદાચારનો નાશ અને સદાચારરૂપ પંચાચારની સર્વથી પ્રાપ્તિ સહ સર્વોચ્ચ સાધકપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૐ નમો આયરિયાળ
અજ્ઞાની એવો જ્ઞાની બનવા માટે, અવિનયી એવો વિનયી થવા માટે ઉપાધ્યાય ભગવંતો કે જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્યના માર્ગદર્શન હેઠળ, જ્ઞાન મેળવી રહ્યા છે અને જ્ઞાન આપી રહ્યા છે, તેવા વિનય ગુણથી ઓપતા, ઉત્તમ સાધક સર્વ ઉપાધ્યાય ભગવંતનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેનાં ફળ સ્વરૂપ અજ્ઞાનનો નાશ, જ્ઞાનની પ્રાપ્તિ, વિનયગુણની પ્રાપ્તિ, ઉત્તમ સાધકપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! || ૐ નમો ઉવજ્ઞાયાળું
દુર્જન એવો સજ્જન બનવા, શઠ એવો સાધુ બનવા, બાધક મટી સાધક થવા માટે, આપ સાધુ ભગવંતો કે જેઓ અરિહન્ન અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્ય અને ઉપાધ્યાય માર્ગદર્શન હેઠળ, સાધના કરી રહ્યા છો, સાધના કરનારાને સહાયક થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org