________________
-
––––––52
સિદ્ધ પરમાત્મા
(૧૦) નપુંસકલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર નપુંસક એવા શરીરથી સિદ્ધ થાય તે “નપુંસકલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત., ગાંગેય મુનિ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૧) સ્વલિંગ સિદ્ધ – સર્વવિરતિધર સાધુ, જેઓ મુહપતી રજોહરણ ઇત્યાદિ સાધુનાં વેષ-ચિહ્ન ધારણ કરનાર સિદ્ધ થાય તે “સ્વલિંગ સિદ્ધ” કહેવાય. ઉ.ત., જૈન સાધુઓ સ્વલિંગ સિદ્ધ કહેવાય.
(૧૨) અન્યલિંગ સિદ્ધ – કોઈક વ્યક્તિ જૈન ધર્મની ન હોય, અન્ય ધર્મની હોય, અન્ય પ્રકારનો વેષ ધારણ કર્યો હોય પરંતુ દુષ્કર તપ વગેરે કરી વિભંગશાની થાય અને સંસારનું સ્વરૂપ તથા તત્ત્વ સમજાતાં, વિશુદ્ધ પરિણામે ચડતાં ચડતાં પરમ અવધિએ પહોંચે અને કેવળજ્ઞાન પામે અને આયુષ્ય પૂર્ણ થવામાં હોય અને સાધુનો વેષ ધારણ કરવા પહેલાં સિદ્ધ થાય તે “અન્યલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત., વલ્કલચીરી “અન્યલિંગ સિદ્ધ” કહેવાય છે.
(૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ -- સર્વવિરતિધર સાધુ ન થયા હોય અને જેમને ગૃહસ્થપણામાં ધર્માચરણ કરતાં કરતાં, વિશુદ્ધ ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન થાય અને સિદ્ધ થાય તે “ગૃહસ્થલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત., ભરત ચક્રવર્તી ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૪) એક સિદ્ધ – એક સમયમાં ફક્ત એક સિદ્ધ થાય તે એક સિદ્ધ કહેવાય. ઉ.ત., મહાવીર સ્વામી એક સિદ્ધ કહેવાય.
(૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં એક સાથે બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય. ઉ.ત., ઋષભદેવ ભગવાન અનેક સિદ્ધ કહેવાય છે. એક સમયમાં ૧૦૮થી વધુ સિદ્ધ થાય નહિ.
(દિગંબરો સ્ત્રીલિંગ સિદ્ધ અને નપુંસકલિંગ સિદ્ધમાં માનતા નથી. તદુપરાંત અન્ય લિંગ અને ગૃહસ્થલિંગમાં પણ કેટલાક માનતા નથી અથવા માને છે તો જુદી રીતે ઘટાવે છે.) - શ્રી સિદ્ધ પરમાત્માનો મહિમા અને એમનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે :
Jain Education International
FOT
For Private & Personal Use Only
www.jainelibrary.org