________________
.
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રીપાળ રાસ'માં લખે છે :
ઉપમા વિણ નાણી ભવમાંહે,
તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે. જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ.
આતમરામ રમાપતિ સમો
તે સિદ્ધ સહજ સમાધિ રે.
વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘સમ્યકૃત્ત્વ ષસ્થાન ચોપાઈ'માં
લખે છે :
સર્વ શત્રુક્ષય, સર્વ જ રોગ, અપગમ સર્વારથ સંયોગ;
સર્વ કામના પૂરતિ સુક્ષ્મ, અનંતગુણ તેહથી મુક્ખસુક્મ. પંડિત દોલતરામજીએ ‘છહ ઢાળામાં સિદ્ધ પરમાત્માનું વર્ણન કરતાં લખ્યું છે ઃ
જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલવર્જિત સિદ્ધ મહંતા,
તે હૈ નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનન્તા.
[જ્ઞાન એ જ માત્ર જેઓનું હવે શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ અ ત્રિવિધ પ્રકારના કર્મના મલથી રહિત છે એવા નિર્મળ સિદ્ધ પરમાત્મા અનંત કાળ સુધી અનંત (અસીમિત) સુખ ભોગવે છે.]
શ્રીમદ્ રાજચંદ્ર લખે છે, ‘જેમાં અતીન્દ્રિય, ઇન્દ્રિયોથી અતિક્રાન્ત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ક્ષોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક્, જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ.’
પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ સત્તાથી રહેલું છે, પરંતુ તે કર્મના આવરણથી યુક્ત છે. જીવોમાંથી ફક્ત ભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય કે જાતિભવ્ય જીવો ક્યારેય સિદ્ધગતિ પામી શકવાના નથી. ભવ્ય જીવોમાંથી પણ કોણ, ક્યારે, કેટલી સંખ્યામાં સિદ્ધગતિ પામી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org