________________
૭૨---
-
--
-
-
-
-
-
-
-
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ બીજના ચંદ્ર જેવી દેખાય અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય.
ઉવવાદ સૂત્રમાં “સિદ્ધ' વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइट्ठिया । कहिं बोंदि चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ।।
હિં ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઈને થોભ્યા છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સિદ્ધ થયા છે ?]
अलोए पडिहया सिद्धा लोयग्गेय पठ्ठिया । इहं वोदिं चइत्ताणं तत्थ गंतूण सिज्झइ ।।
હિ શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિર રૂપે રહેલા છે. સિદ્ધ ભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે.]
જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વ ગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે બિરાજે છે. કોઈકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઊર્ધ્વગતિ કરવી એ કર્મકળથી સર્વથા મુક્ત થઈને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે કારણ કે ગતિમાં સહાય કરનારું ધર્માસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સહાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવ લોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના (પોતાના આત્મપ્રદેશોમાં બાપીને રહેવું.) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા જીવોનાં ચરમ શરીર એકસરખા માપનાં નથી હોતાં; નાનાંમોટાં હોય છે. એટલે દરેકની અવગાહના એકસરખા માપની નથી હોતી, પરંતુ નાનીમોટી હોય છે. હવે સિદ્ધના જીવો જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યાં તેમનું મસ્તક ઉપર હોય છે એટલે જ્યાં લોક પૂરો થાય છે (અને અલોક શરૂ થાય છે, ત્યાં એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org