________________
જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪
‘સિરિસિરિવાલકહામાં કહ્યું છે તે પ્રમાણે સિદ્ધ ભગવંતો અનંત ગુણવાળા અથવા એકત્રીસ ગુણવાળા અથવા આઠ ગુણવાળા તથા અનંત ચતુષ્ટયવાળા છે.
saगुणा विगुणा इगतीस गुणा अ अहव अठ्ठगणा ।
सिद्धाणंत चउक्का ते सिद्धा दिंतु मे सिद्धिं ॥
સિદ્ધ પરમાત્માના આઠ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન (૩) અનંત સુખ (અવ્યાબાધ સુખ), (૪) અનંત ચારિત્ર (ક્ષાયિક સમ્યક્ત્વ) (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુ અને (૮) અનંત વીર્ય,
આ આઠ ગુણમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચાર ગુણને અનંત ચતુષ્ક (ચતુ) તરીકે ઓળખવામાં આવે છે.
સિદ્ધ ભગવંતનો કયો ગુણ કયા કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે તે જોઈએ :
(૧) અનંત જ્ઞાન જ્ઞાનવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળજ્ઞાન-અનંતજ્ઞાન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સમસ્ત સ્વરૂપને જાણી શકાય છે.
(૨) અનંત દર્શન દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળ દર્શન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સ્વરૂપને સામાન્ય ધર્મથી જોઈ શકાય છે.
(૩) અવ્યાબાધ દશા વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આ ગુણથી સર્વ પ્રકારની પીડાથી રહિતપણુંનિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે, અવ્યાબાધ સુખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. પુદ્ગલના સંયોગથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સાંયોગિક સુખ હોવાથી તે બાધાસહિત, વિનશ્વર હોય છે. સિદ્ધદશામાં અસાંયોગિક સુખ હોવાથી તેમાં બાધા થવાનો કોઈ જ સંભવ રહેતો નથી. માટે આ અવ્યાબાધ સુખ સહજ સ્વભાવરૂપ, અનંત હોય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org