________________
–
–
–
–
–
સિદ્ધ પરમાત્મા ___ એમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવે છે. એ આઠ ગુણ તે આઠ કર્મના ક્ષયથી પ્રગટ થતા ગુણ છે. શાસ્ત્રકાર કહે છે :
दीहकालरयं जंतु कम्मं से सियमट्ठहा सियं धंतं ति सिद्धस्स सिद्धत्तमुवजायइ
[દીર્ઘકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાખ્યાં છે, તે આત્મા પણ સિદ્ધપણાને પ્રાપ્ત કરે છે.]
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદની પૂજામાં સિદ્ધ પદ માટે કહ્યું છે : કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા,
જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધ
થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા.” શાસ્ત્રકાર લખે છે : अष्टकर्म क्षयं कृत्वा शुक्लध्यानानलेन यैः चिदानंदमया मुक्ताः सिद्धाः सिद्ध प्रयोजनाः ॥ अतुल सुख संपन्नाः विदेहा अजरामरः भवे जन्मे कुतस्तेषां कर्मबीजं न विद्यते ।।
[જેમણે શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેઓ ચિદાનંદમય સ્વરૂપ બન્યા છે, જેઓ મુક્ત થયા છે, જેમણે સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા છે, તે સિદ્ધ પરમાત્મા છે. જેઓ અતુલ સુખને પામ્યા છે, જેઓ દેહરહિત છે, જેઓ અજર અને અમર છે, જેમને હવે કર્મરૂપી કોઈ બીજ રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માનો સંસારમાં ફરીથી હવે જન્મ ક્યાંથી થાય ?]
શ્રી હરિભદ્રસૂરિ “પડ્રદર્શન સમુચ્ચય'માં લખે છે : आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते । [દેહાદિ સંયોગોનો આત્યંતિક વિયોગ અને મોક્ષ કહે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org