________________
સિદ્ધ પરમાત્મા
૫
સિદ્ધ પરમાત્માના આ જ આઠ ગુણ કેટલાક ભિન્ન શબ્દો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉ.ત.,
सम्मतणाण- दसण-वीर्यं सुहुमं तहेव अवगहणं । अगुरुलघु अव्वाबाह्या अट्ठ गुणा होंति सिद्धाणं ||
***
સમક્તિ દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે.
સિદ્ધના આઠ ગુણ આ પ્રકારે ગણાવવામાં આવે છે : (૧) ક્ષાયિક સમ્યક્ત્વ (૨) અનંત દર્શન (૩) અનંત જ્ઞાન (૪) અગુરુલઘુત્વ, (૫) અવગાહનત્વ, (૬) સૂક્ષ્મત્વ, (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ. ‘સમાવાયાંગસૂત્રમાં આઠ પ્રકારનાં કર્મોની કુલ એકત્રીસ પ્રકારની મુખ્ય પ્રકૃતિ બતાવીને સિદ્ધના એમ એકત્રીસ ગુણોનો નીચે પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે.
नव दरिसणंमि चत्तारि, आउए पंच आईमे अंते से से दो दो भैया खीणभिलावेण इगतीसं
[નવ ગુણ દર્શનાવરણીયના ક્ષયથી, ચાર આયુષ્ય કર્મના ક્ષયથી, પાંચ અંતરાય કર્મના ક્ષયથી અને બાકીનાં કર્મોના પ્રત્યેકના ક્ષયથી બે બે એમ એકત્રીસ ગુણ થાય છે.]
સિદ્ધ ભગવંતોએ આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. એ આઠ કર્મના નીચે પ્રમાણે મુખ્ય એકત્રીસ પેટા પ્રકારો ગણાવવામાં આવે છે. એ કર્મથી રહિત સિદ્ધ ભગવંતો હોવાથી એ રહિતપણું તેમના ગુણ તરીકે દર્શાવાય છે.
(૧) પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મથી રહિત (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મથી રહિત (૩) બે પ્રકારનાં વેદનીય કર્મથી રહિત (૪) બે પ્રકારનાં મોહનીય કર્મથી રહિત (૫) ચાર પ્રકારનાં આયુ કર્મથી રહિત (૬) બે પ્રકારનાં નામ કર્મથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org