________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
૬૦
છે). એટલે પ્રથમ ભક્તિ સાકારી પરમાત્માની અને પછી નિરાકારી પરમાત્માની ભક્તિ એ ક્રમ જીવ માટે ગ્રહણ કરવો સરળ છે. એટલે નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર છે તે યોગ્ય છે.
નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ સદેવમાં; આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ સદ્ગુરુમાં અને ચૂલિકાનાં ચાર પદનો સમાવેશ સધર્મમાં કરવામાં આવે છે. આમ, અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ સદેવમાં થતો હોવાથી દેવત્વની દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ બંનેને સરખા ગણી શકાય.
પંચપરમેષ્ઠીનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે : (૧) સિદ્ધ અને (૨) સંયતિ. સિદ્ધમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ કરાય છે અને સંયતિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ કરાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર (૨૦/૧)માં કહ્યું છે :
सिद्धाणं णमो किच्चा, संजयाणं चं भावओ ! अत्यधम्मगई तच्च आणुसट्ठि सुणेह मे ॥
અહીં અરિહંત ભગવાનનો ‘સિદ્ધમાં સમાવેશ કર્યો હોવાથી સિદ્ધના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભાષક સિદ્ધ એટલે જેઓ બોલતા હોય, વાણીનો ઉપયોગ દેશના આપવા માટે કરતા હોય તે. અરિહંત ભગવાનનું અંતિમ લક્ષ્ય સિદ્ધગતિનું હોય છે અને તીર્થંકર પદ પૂર્ણ થતાં તેઓ તે જ ભવમાં ભવિષ્યમાં સિદ્ધગતિ અવશ્ય પામવાના જ છે માટે તેમને ભાષક સિદ્ધ તરીકે ઓળખવામાં આવ્યા છે. (૨) અભાષક સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરીને જેઓ અશરીરી બન્યા છે અને જેમને હવે બોલવાનું રહેતું નથી તે સિદ્ધ ભગવંતો.
અરિહંત પરમાત્માની પ્રતિમા-પૂજા તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવાની હોય છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં, કેવળજ્ઞાન પૂર્વે, ઊઠતાં, બેસતાં, ચાલતાં એમ વિવિધ સ્થિતિમાં વિવિધ આકારે જોવા મળે અને તીર્થ પ્રવર્તાવ્યા પછી પણ વિવિધ. આકારે જોવા મળે. પરંતુ તેઓ ફક્ત પર્યંકાસને અથવા કાયોત્સર્ગ મુદ્રાએ જ નિર્વાણ પામે, સિદ્ધગતિ પામે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમા આ બે અવસ્થામાં જ હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International