________________
પર_––
________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ સમર્થ નથી), જ્યાં તર્ક (કલ્પના) પહોંચી શકતી નથી, બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે.]
આવી સકલ કર્મથી રહિત અવસ્થામાં માત્ર ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિ કાળથી વળગેલાં હોય છે. સિદ્ધ ભગવંતો જ્યારથી કર્મરહિત થયા હોય છે, ત્યારથી એમની એ કર્મરહિત અવસ્થા પછી તો અનંત કાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા સાદિઅનંતના પ્રકારની હોય છે.
સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તાત્માઓ કેવા હોય છે ? કેવા નથી હતા તે જાણવાથી તેનો કંઈક ખ્યાલ આવી શકે. આચારાંગસૂત્રમાં કહેવાયું છે :
से ण दीहे ण हस्से ण वट्टे ण तंसे ण चउरंसे ण परिमंडले ण आइतंसे ण किण्हे ण नीले ण लोहिऐ ण हालिदे ण सुक्किले ण सुरभिगंघे ण दुरभिगंधे ण तित्ते ण कडुऐ ण कसाऐ ण एंबिले ण कऽखडे ण मउए ण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिद्धे ण लुक्खे ण काउ ण रूदे ण संगे ण इत्थी ण पुरिसे ण अन्नहा, परिणे सण्ण उवमा ण विज्जति अरूवीसता अपयस्स पयणत्थि से ण सदे ण रुवे ण गंधे ण रसे ण फासे इच्चेव तिबेमि.
સિદ્ધાવસ્થાના જીવો દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, પરિમંડલ(કંકણ)ના આકારના નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધિત નથી, દુર્ગધવાળા નથી, તીખા નથી, કડવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મધુર નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રુક્ષ નથી, કર્કશ નથી, મૃદુ નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. એટલે જ તેઓને માટે કોઈ ઉપમા નથી. તેઓ અરૂપી સત્તા છે અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન કરવાને કોઈ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી.
આમ, સિદ્ધ ભગવંતોને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી. કે તેમની ઉપમા આપવા માટે, સરખાવવા માટે કોઈ પૌલિક પદાર્થ નથી. આમ છતાં, અન્ય પક્ષે જોઈએ તો તેઓ અનંત ગુણથી મુક્ત છે. એમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org