________________
re
कम्मे सिप्पे अ विज्जा य, मंते योगे अ आगमे
अत्थ जत्ता अभिप्पाए तवे कम्मकखए इय
કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ તથા કર્મક્ષયસિદ્ધ એમ ઘણા પ્રકારના સિદ્ધ હોય છે. અર્થસિદ્ધ તરીકે મમ્મણ શેઠનું, અભિપ્રાયસિદ્ધ તરીકે અભયકુમારનું, તપસિદ્ધ તરીકે દૃઢપ્રહારીનું ઉદાહરણ આપી શકાય. આ પ્રકારના સિદ્ધોમાં નામસિદ્ધ, સ્થાપનાસિદ્ધ વગેરે પ્રકારો ઉમેરીને ચૌદ પ્રકારના સિદ્ધ ગણાવવામાં આવે છે, જેમ કે, ૧. નામસિદ્ધ, ૨. સ્થાપનાસિદ્ધ, ૩. દ્રવ્યસિદ્ધ ૪. કર્મસિદ્ધ, ૫. શિલ્પસિદ્ધ, ૬. વિદ્યાસિદ્ધ, ૭. મંત્રસિદ્ધ, ૮. યોગસિદ્ધ, ૯. આગમસિદ્ધ, ૧૦. અર્થસિદ્ધ, ૧૧. બુદ્ધિસિદ્ધ, ૧૨. યાત્રાસિદ્ધ, ૧૩, તપસિદ્ધ, ૧૪. કર્મક્ષયસિદ્ધ.
આ બધા પ્રકારના સિદ્ધોમાં કેટલાકની સિદ્ધિ લૌકિક પ્રકારની હોય છે. વળી એવા કેટલાકની સિદ્ધિ તો ભવભ્રમણ વધારનારી હોય છે. પરંતુ આ બધામાં સર્વોચ્ચ સિદ્ધ તે ‘કર્મક્ષયસિદ્ધ' છે. આધ્યાત્મિક ક્ષેત્રે તો તે જ સાચા સિદ્ધ છે. પંચપરમેષ્ઠીમાં જેમને આપણે નમસ્કાર કરીએ છીએ તે આ ‘કર્મક્ષયસિદ્ધ’ છે, સિદ્ધ ૫૨માત્મા છે.
‘સિદ્ધ’ શબ્દની જુદી જુદી વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : सिद्धे निट्टिए सयलपओयणजाए ऐऐऐसिमिति सिद्धाः ।
[સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયાં છે, જેમનાં સકલ પ્રયોજનોનો સમૂહ તે સિદ્ધો કહેવાય.]
सितं
यैस्ते सिद्धाः ।
જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪
***
बद्धमष्टप्रकारं कर्मेन्धनं ध्मातं- दग्धं जाज्वल्यमान शुक्लध्यानानलेन
[જાજ્વલ્યમાન એવા શુક્લ ધ્યાનથી જેમણે કર્મરૂપી ઇંધણોને બાળી નાખ્યાં છે તે સિદ્ધો છે.]
***
सेन्धन्तिस्म अपुनरावृत्या निवृत्तिपुरीमगच्छन् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org