________________
૪૪ .
જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ રહ્યા છો, અને સાધનાનો આદર્શ આપી રહ્યા છો, એવા સર્વ સાધુ ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ દુર્જનતાનો નાશ, સજ્જનતા-સાધુતાની પ્રાપ્તિ, બાધકતાનો નાશ, સાધકતાની પ્રાપ્તિને હું ઇચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૐ પાને નg સવ્વસાહૂi /
કેવલદર્શન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે કેવલદર્શનની પ્રાપ્તિ માટે, હું દર્શનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થક; તેના ફળ સ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિને ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલદર્શન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલદર્શનને આપનાર સમ્યગદર્શન અને તેને આપનાર સુદેવ, સુગુરુ, સુધર્મના સંયોગ ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ.
// ૐ ઢUTY / કેવલજ્ઞાન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપગુણ છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે હું જ્ઞાનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલજ્ઞાનને આપનાર સમ્યગુજ્ઞાન, નમસ્કાર મહામંત્રથી લઈ દ્વાદશાંગી સુધીનું ઉત્તરોત્તર પ્રાપ્ત થાઓ ! // ૐ નમો નાગણ //
વીતરાગ સ્વરૂપ યશાખ્યાત ચારિત્ર, એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ, સદ્વર્તન, સદાચારની મને પ્રાપ્તિ થાઓ !
ચારિત્રને સ્વરૂપ વેદનના અર્થમાં ઘટાવીએ તો તે અપેક્ષાએ નીચે મુજબની ભાવના પણ ભાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org