________________
૨૮--
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ રાગી આત્માને કામી કહેવાય છે જે બાધક ભાવ છે. વેરાગી આત્માને નિષ્કામ કહેવાય છે જે સાધક ભાવ છે અને વીતરાગીને પૂર્ણ કામ કહેવાય છે જે સિદ્ધિ છે.
નકારાત્મકવૃત્તિ જે શુભાશુભ પુણ્ય પાપના ઉદયને અસદુ (નાશવંત) ગણવારૂપ વૃત્તિ છે તે તપ છે અને તેમાંથી ઉદ્દભવતી તૃપ્તિ છે તે નિરિતિભાવ છે, જે નિર્વિકલ્પ ભાવ છે.
એટલે કે પોતાના આત્માના પ્રદેશથી અભેદ એવા ચાર આઘાતી કર્મ, ઔદારિક શરીર અને બાકીના ક્ષેત્રભેદથી સર્વ બાહ્ય પદાર્થોના એકસરખા જ્ઞાતા દ્રષ્ટા છે. અર્થાતું તેમાં કોઈ રાગ-દ્વેષ, હેત કે પ્રયોજન છે નહિ તે તેમનો પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા ભાવ છે.
આ પ્રમાણે ‘સર’ શબ્દનું અદભુત આયોજન રહસ્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે મહાદેવ વીતરાગ સ્તોત્ર દ્વારા સમજાવ્યું છે કે ‘સરદ' શબ્દમાં “જ્ઞાન”, “દર્શન', “ચારિત્ર” અને “તપ” સંકલિત થયેલ છે કે જે પાછા આત્માના સ્વરૂપગુણ છે.
અરિહંત અર્થાતુ અરહનું તૈલોક્ય પૂજ્ય હોવાથી મર્દ' તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં “અરહ' ધાતુનો અર્થ પૂજવાને યોગ્ય છે. આ “અહ” શબ્દનું આયોજન પણ ખૂબ સુંદર અને રહસ્યમય છે. “અહ” શબ્દમાં “રામ' (આત્મા)' શબ્દનો સમાવેશ થઈ જવા ઉપરાંત વધારામાં “હ” અક્ષર જોડાયેલ છે તે મહાપ્રમાણ Aspirate છે, જે હૃદયમાંથી ઊઠે છે (ઉચ્ચારાય છે), અને તે સ્વર અને વ્યંજનનો સત્તાધીશ છે. ઉપરાંત “અ” જેમ બારાખડી વર્ણમાળાનો આઘાક્ષર છે તેમ “હ” એ અંત્યાક્ષર છે. આમ આદ્યાતાભ્યામ્ ન્યાયે, આદિ અને અંત આવી ગયા હોય એટલે સર્વ મધ્યના અક્ષરો એમાં સમન્વિત થઈ ગયા છે એમ કહેવાય એટલે જ ઋષિમંડલ સ્તોત્રનો શ્લોક છે કે...... આઘતાક્ષર સંસ્થમક્ષરં વ્યાપ્ય થતુસ્થિત
અગ્નિ વાલાસમં નાદ, બિંદુ રેખા સમન્વિતમ'. એટલું જ નહિ પણ “ઘ' જેમ વાયુતત્ત્વ છે. ‘વ’ જેમ જલતત્ત્વ છે, ‘ત્ત' જેમ પૃથ્વીતત્ત્વ છે, તેમ “' એ આકાશતત્ત્વ છે અને “' એ અગ્નિ તત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org