________________
સ્વરૂપ મેત્ર
–
–
–
–
––
–––––
ત્યાં આનંદ અને સુખ અવશ્ય હોય જ. “મંગલ થાઓ'. એ આશીર્વચન કલ્યાણ અને હિતને સૂચવે છે. હિત અને સુખ એ બેમાં મોટ ભેદ છે. હિત અને કલ્યાણ નિત્યતત્ત્વ છે. જ્યારે હિત અને કલ્યાણનિરપેક્ષ સુખ
અનિત્ય છે. માટે જ નમસ્કાર મહામંત્રની ચૂલિકામાં, “સર્વ પાપનો પ્રણાશ થાઓ !” અને “સર્વનું મંગલ થાઓ !” એવી જે રચના છે તે જીવને પરમાર્થતત્ત્વની મહા-મૂલ્યવાન બક્ષિસરૂપ છે.
આ રીતે નમસ્કાર મહામંત્રમાં એકેક શબ્દની રચના અને યોજના વિસ્મયકારક, અને અદ્ભુત અલૌકિક અર્થાતુ લોકોત્તર છે.
અગાઉ જોઈ ગયા તે મુજબ “હ” એ મહાપ્રાણ છે, જે હૃદયમાંથી ઉચ્ચારાય છે. તેમ મંત્રાક્ષર - હૃદયમાં શ્રદ્ધા અને લાગણી શુદ્ધ કરે છે. માયા બીજ છે જ્યારે 3ૐ બુદ્ધિ શુદ્ધ કરે છે, જે મસ્તિકમાંથી ઉચ્ચારાય છે અને તે મંત્રાલર પ્રણવબીજ છે. વળી આ ડૅમાં પંચ-પરમેષ્ઠીનો સમન્વય થયેલો છે જે નીચે પ્રમાણે છે :
સંસ્કૃત ભાષાના અક્ષર-સંધિના નિયમ મુજબ અરિહન્તનો “અ” અને અશરીરી કે સિદ્ધ ભગવંતનું મુખ્ય વિશેષણ છે તેનો “અ” મળી અ+અ = આ થાય છે. એમાં આચાર્ય શબ્દનો પહેલો અક્ષર “આ” ભળવાથી આઆ = આ. એમાં ઉપાધ્યાય શબ્દનો પહેલો અક્ષર “ઉ' મળવાથી આ + ઉ = ઓ થાય છે. અને મુનિનો પહેલો અક્ષર “મ” જોડાવાથી ઓ+મ = ઓમ શબ્દ બને છે.
હવે પ્રશ્ન એ થાય છે કે પાંચમા સાધુ પદના સાધુ શબ્દનો “સા' અક્ષર ન લેતાં મુનિ શબ્દનો “મ” અક્ષર કેમ લેવામાં આવ્યો ? તેનું કારણ એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટપ્રવચન માતાની આરાધનાનું અંતિમફળ જો કોઈ હોય તો તે મનનું મૌન છે. અને મૌન એ અબોલ તત્વ છે. એટલે આત્મા મૌનથી પણ પર છે તેથી “મુનિ' શબ્દ લક્ષ્યઅર્થથી બહુ મહત્ત્વનો હોઈ સાધુના સ્થાને અત્રે પ્રયોજ્યો છે અને સાધુને મુનિ તરીકે પણ ઓળખવામાં આવે જ છે.
લિપિભેદે “ઓમ” બે પ્રકારે લખાય છે. આ “ૐ”નું બીજું રહસ્ય એ છે કે સચરાચર વિશ્વ-બ્રહ્માંડ અસીમ ગોળાકાર છે અને તેનું મૂળ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org