________________
૯
સ્વરૂપ મંત્ર
એટલું જ નહિ, પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ સમકિતદષ્ટિ દેવોનું માહાત્મ વર્ણવ્યું છે કે.. સમકિત દષ્ટિ સુર તણી આશાતના કરશે જે લાલ રે,
બોધિ દુર્લભ એ થશે થાણાર્થે ભાખ્યું એક લાલ રે...” નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રના સ્વરૂપનામ છે. એ સ્વરૂપનામનું સ્મરણ, નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે તે નામસ્મરણની મહત્તા મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આ રીતે બતાવેલ છે : ન કો મંત્ર, નવિ યંત્ર, નવિ તંત્ર મોટો,
જિસ્યો નામ તાહરી સમામૃત લોટો; પ્રભુ નામ તુજ મુજ અક્ષય નિધાન,
ધ ચિત્ત સંસાર તારક પ્રધાન, આ પંક્તિનું પરમ રહસ્ય શું છે ? મનુષ્યયોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈ પણ પદાર્થના અર્થ કે ભાવને જન્મતાંની સાથે જાણતો કે સમજતો નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને, પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છેગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપક્વતાએ ધારણામાં રાખેલ તે શબ્દના અર્થ અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ. આપણા સ્વરૂપમંત્ર રૂપ આ નવ પદોનાં નામોની ખૂબ ૨ટણપૂર્વક જપક્રિયા કરવી જોઈએ જેથી આપણે તેના અર્થ અને ભાવને પામી શકીએ.
આમ પંચપરમેષ્ઠીના શબ્દોચ્ચાર રૂપ, નામ સ્મરણ અને તેના જપનું કેટલું મહત્ત્વ છે, તે જીવનના અનુભવથી સહુ કોઈ સહજ જ સમજી શકે છે. આથી જ ચાર નિક્ષેપામાં નામ નિક્ષેપાને પ્રથમ ક્રમાંકે સ્થાન આપ્યું છે.
વિશ્વમાં ગમે તે ધર્મમાં, ગમે તે ભાષામાં, ગમે તેટલા મંત્રો હોય, પરંતુ બધાય મંત્રોનું મૂળ આ પાંચ શબ્દો હોવાથી આ પાંચ પદોનું સ્મરણ કરીને જો બીજા મંત્રોની સાધના કરે તો જ તે મંત્રોને બળ મળે અને તેનું ફળ મળે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org