________________
તેરમો જૈન સાહિત્ય સમારોહ સાડા અગિયાર સો કડીમાં કર્યું છે. કવિએ આ રીતે નલ-દવદંતી વિશેના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તીર્થોનું ગૌરવઃ
આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. હંસાબહેન સુરેશ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતાના હૃદયમાં સતત આધ્યાત્મિકતા ધબકે છે. અને તેથી તમે જ્યાં જ્યાં ફરશો ત્યાં ત્યાં તમને ભક્તિ અને શ્રદ્ધાનાં પ્રતીક સમાં ધર્મસ્થાનો જોવા મળશે. આપણાં તીર્થસ્થળો મોટા ભાગે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હોય છે. અને તીર્થસ્થળોની સાત્વિકતાનો મહિમા આપણે પ્રાચીનકાળથી જાળવતા આવ્યા છીએ. તેમ છતાં આપણાં બધાં તીર્થસ્થળોની શી પરિસ્થિતિ છે તે ખરેખર આજે સંશોધનનો વિષય બની રહે તેમ છે. આપણાં તીર્થસ્થળો વિદ્યાધામ બને તેવી કલ્પના હવે સાકાર થવી જોઈએ. તીર્થસ્થાનોમાં વિદ્યાસંસ્થાઓ સારી રીતે નભી શકે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. કવિ ઋષભદાસ – એક અભ્યાસ :
- શ્રી ચીમનલાલ કલાધરે આ વિષય પર વક્તવ્ય આપતાં કહ્યું હતું કે સત્તરમા સૈકામાં ખંભાતમાં થયેલ કવિ ઋષભદાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા આપણા એક ઉત્તમ સાહિત્યસર્જક છે. જૈનેતર કવિઓમાં તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળ અને અખાની હરોળમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમનું સ્થાન તેમના સમકાલીન મહાકવિઓ નયસુંદર અને સમયસુંદરની સમકક્ષ આવે છે. કવિ ઋષભદાસ ખંભાતના વિસા પ્રાધ્વંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ ખંભાતમાં થયો હતો. તેમના પિતાનું નામ સાંગણ અને માતાનું નામ સરૂપાદે હતું. કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ, ૫૮ જેટલાં સ્તવનો અને અન્ય કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ કરી છે. મોક્ષ :
પ્રા. ઉત્પલાબહેન કાંતિલાલ મોદીએ આ વિષય ઉપર બોલતાં કહ્યું હતું કે સંસારનાં ભૌતિક સુખોથી આ આત્મા અનંતકાળ ભટકતો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org