________________
૧૮
-
-
-
-
-
_જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ બહારના શત્રુઓને હણ્યા વગર તેમને મિત્ર બનાવવા હોય અને અાતશત્રુ અર્થાત્ સર્વમિત્ર થવું હોય તો અંતરમાં અંતરના શત્રુઓને હણવા પડે અને “અરિહંત' બનવું પડે જે બનવાની ઇચ્છા એવો કોણ છે જે ન રાખતો હોય ? સહુને સહુ કોઈ પોતાના મિત્ર બને તે પસંદ છે અને નહિ કે શત્રુ.
જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ, સંસારી અને સિદ્ધ, ઉભયમાં જીવની સંખ્યા પણ અનંત છે. સંસારી જીવને બીજા સંસારી જીવોની સાથે અને જીવોની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે એવો વિશ્વનો અટલ નિયમ છે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનનો આધાર થઈને અને આધાર લઈને જીવવું પડે એવો એટલ નિયમ છે. આ નિયમથી, જીવનું જીવ પ્રત્યેનું આચરણ અને વર્તન સિદ્ધ થાય છે. “પરસ્પર ૩૫pદો ગીવાનામ્'. આચરણ અને વર્તન બે પ્રકારના હોઈ શકે છે. સદ્વર્તનસદાચાર અને અસદ્વર્તન-દુરાચાર. પરસ્પર સદ્વર્તન વડે જ જીવ, જીવની સાથે સત્ય અને પ્રમાણિક જીવન જીવી શકે છે કે જે તેને પોતાના પરમ સ્વરૂપ સુધી લઈ જાય છે અર્થાત્ પરમ સ્વરૂપ સુધી પહોંચાડે છે. એ જ “અરિહંત” અને “સિદ્ધ” શબ્દનો વાસ્તવિક અર્થ છે.
કોઈનો શત્રુ રહેતો નથી અને અસિદ્ધિનો પછી પ્રશ્ન રહેતો નથી. એક વ્યક્તિને સો મિત્ર હશે અને એક શત્રુ હશે, તો તે એક શત્રુ ચોવીસે કલાક યાદ આવશે પણ મિત્ર યાદ નહિ આવે. પણ જો એક વ્યક્તિને સો સંયોગ અનુકૂળ હશે અને એક સંયોગ પ્રતિકૂળ હશે, તો તે પ્રતિકૂળ સંયોગ, નિત્ય સ્મરણરૂપ બની રહેશે. અંદર ઊંડાણમાં સૂક્ષ્મ રીતે અવગાહન કરીશું તો, આપણને ખાત્રી થશે કે “અરિહંત' અને “સિદ્ધ' શબ્દના અર્થની જ માંગ મારી – આપણા સહુ કોઈની છે. આમ જેણે સિદ્ધ બનવું હશે, એણે અરિહંત થવું પડશે અને તે માટે જીવ માત્ર પ્રત્યે સદ્વર્તન કરવા રૂપ સદાચારી બનવું પડશે. દયા, દાન, સેવા, પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યસ્થતા, ક્ષમા, ઉપેક્ષા, પ્રમોદ (ગુણાનુરાગ) આદિ ગુણો કેળવવા પડશે. અનાચાર, દુરાચારથી દૂર થવું જોઈશે. એ માટે આચાર-અનાચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org