________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ અંદરમાં આપણા મતિજ્ઞાનના ઉપયોગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃકરણ છે. અંતઃકરણ એટલે કરણના ભેદોમાં અંતિમ કરણ-અંતિમ સાધન, જેનાથી આગળ, સાધન અર્થમાં કોઈ કારણ નથી. તેની પૂર્વમાં અને સાથે ઊપકરણ અને કરણ છે, જે અંતઃકરણની શુદ્ધિ માટે સહાયક અને પૂરક સાધન છે. જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ થયેથી, સર્વ સાધનોથી જીવ પર લઈ જાય છે. એ અપેક્ષાએ સર્વ સાધનનો અંત કરનાર જે કરણ છે તે અંતઃકરણ છે. અરિહત અને સિદ્ધ પરમાત્મામાં, પરમાત્મ તત્ત્વની પૂર્ણતા વડે તેઓ સાધન અને સાધનાથી પર છે. એ અર્થમાં અંતઃકરણનો આ રહસ્યમય અર્થ છે.
આ પાંચ, સહુ કોઈને પરમ ઇષ્ટ છે. તેથી તે પાંચને પંચ પરમેષ્ઠિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમંત્ર-નમસ્કારમંત્ર-નવકારમંત્ર દ્વારા, તે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં “અરિહતમાંથી અરિહંત' બનવાનું છે. “અસિદ્ધમાંથી સિદ્ધ' થવાનું છે. જે માટે દુર્જન મટી સજ્જન અને દુષ્ટ મટી સાધુ બનવાનું છે. અભણ-અબૂઝ-ગમાર-અજ્ઞાની-અભાન મટી જઈ સભાન-સચેત-જ્ઞાની-પાઠક-ઉપાધ્યાય થવાનું છે અને આગળ ઉપર પંચાચાર પાલન કરનાર આચારયુક્ત આચાર્ય એવા સર્વોચ્ચ સાધક બનવાનું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલનને પંચાચાર પાલન કહે છે.
અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ અને તેથી જ દુષ્ટ દુર્જન છીએ, દુર્જન છીએ તેથી દુશ્મનો છે, માટે અરિહત છીએ. અને અગાઉ જણાવ્યા મુજબ અરિહત હોય તે અસિદ્ધ જ હોય !
અરિહન્ત' એ સત્ય સ્વરૂપનામ છે. “અરિહંત' એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના આંતરિક આધ્યાત્મિક સાચાં નામ પાંચ છે :
(૧) અરિહન્ત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ. પ્રથમ બે નામ સાધ્ય અવસ્થાનાં છે અને પછીનાં ત્રણ નામ સાધક અવસ્થાનાં છે. આ નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી ને જીવન જીવવાથી અરિહન્ત અને સિદ્ધ સ્વયં બની શકાય છે.
જગતમાં અધ્યાત્મશાસ્ત્ર સમજાવનારા મહાન છે. એટલે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org