________________
સ્વરૂપ મંત્ર
૨૧
પંચપરમેષ્ટિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને સ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી સાચું ચારિત્ર્યયુક્ત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી ઊંચું જીવન જીવે તેનું જીવન ઊંચું હોય. પરમાત્મા સાથે યથાપ્રમાણ સંબંધ – અનુભવ કર્યા પછી પદવી ઉપર અવાય. પરમાત્મા કે પરમાત્વતત્ત્વ સાથે સંબંધ કર્યા વિના, સદ્વિચાર, સર્તન સત્યજ્ઞાન આવતું નથી. પરમાત્મતત્ત્વ સાથે સંબંધ રાખીને, જગત સમક્ષ આવનાર જ, લોકોનો પરમાત્મા સાથે સંબંધ કરાવડાવી, જગત સુધારવા શક્તિમાન બને છે. પરમાત્મતત્ત્વ, નિર્મોહીવીતરાગ દેહાતીત તત્ત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્ત્વ સાથે પોતાના મતિજ્ઞાનના ઉપયોગથી ભળે તો, આત્મા સ્વયં પરમાત્માસિદ્ધાત્મા બની શકે છે.
પરમાત્મ તત્ત્વ એ સર્વ ગુણની ખાણ છે. એ તત્ત્વને જેટલું લઢીએ અને જેટલું રટીએ, તેટલા તેટલા આત્માના ગુણ ખીલતા જાય. સર્વ સત્યનું સત્ય, સર્વના સર્વ, સર્વ સુખના સુખરૂપ, સર્વ સમાં સત્ સ્વરૂપ, બ્રહ્માંડમાં કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સર્વેસર્વા કોઈ હોય તો તે સર્વેશ્વરા એવા અરિહંતેશ્વરા, સિદ્ધેશ્વરા છે.
પરમાત્મા કેવલજ્ઞાનના ઉપયોગથી વિશ્વમૂર્તિ છે, (કેમ કે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે.) તો આખા વિશ્વને પરમાત્માની મૂર્તિમાં જોતાં શીખવું જોઈએ. પરમાત્મા બનવા અહં ટાળવું જોઈએ, જે પરમાત્મા પ્રત્યે દાસત્વ ભાવના સ્વીકારવાથી ટળે છે. ‘અહં' ટાળવાથી અહઁ એટલે કે ત્રિલોકપૂજ્ય બનાય છે.
નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ટિ ભગવંત, વિશ્વના સર્વસાત્ત્વિક ભાવના સમૂહરૂપ છે. અરિહંત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાયો, સાધુભગવંતો અધ્યવસાય સ્થાનકરૂપી શ્રુતનદીઓ છે. શ્રુતજ્ઞાન સરિતા છે જે મહાસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર ભાવો અધ્યવસાયરૂપ નદીઓ છે.
અરિહંત સિદ્ધ પદ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બોધ છે, જે નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ સહજાવસ્થા છે. સંકલ્પ-વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org