________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ પ્રભાવે સ્વર્ય નમસ્કાર્ય બની જાય છે અને અન્ય સંપર્કમાં આવનારના ઉત્કર્ષમાં નિમિત્ત બને છે.
અહંકારને ઓગાળનાર, મામ (મારાપણા)ને ગાળનાર પ્રથમ મંગળરૂપ નમસ્કાર વિષયક મહાપ્રભાવક નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર નીચે પ્રમાણે છે જે પ્રાકૃત ભાષામાં છે.....
ણમો અરિહંતાણં શમો સિદ્ધાણ સમો આયરિયાણં ણમો ઉવજઝાયાણ ણમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સત્ર પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્યસિ
પઢમં હવઈ મંગલ.' એનાં નવ પદ હોવાથી તે “નવકારમંત્ર' તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે, તે કોઈ વ્યક્તિવિશેષને નહિ પરંતુ ગુણ-પર્યાયને નમસ્કાર કરવામાં આવેલ છે. પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિવિશેષનો નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને “સ્વરૂપમંત્ર” કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે. એટલું જ નહિ પણ તે જીવ માત્રની માંગ છે - ચાહ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધર્મનો હોય, જાતિનો હોય કે ચાહે તે દેશનો હોય. નમસ્કાર મહામંત્રને જાણતો હોય કે ન જાણતો હોય પણ પ્રત્યેક માનવ જાણ્યું કે અજાણ્ય નમસ્કાર મહામંત્રના ભાવને જ ચાહી રહ્યો છે, ઇચ્છી રહ્યો છે, માંગી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org