________________
તેરમો જેન સાહિત્ય સમારોહ
– – – – – –– – – – – – ––– અન્ય નિબંધો :
તેરમા જૈન સાહિત્ય સમારોહ માટે જેમના નિબંધો મળ્યા હતા પણ જે વિદ્વાનો ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમના નામ અને નિબંધો આ પ્રમાણે છે : (૧) શ્રી ભંવરલાલ નાહટા (કલકત્તા) - નાગવિદ્યા (૨) ડૉ. કવિન શાહ (બિલિમોરા) - જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય (૩) ડૉ. કોકિલાબેન હેમચંદ શાહ (મુંબઈ) - શ્રીમદ્ રાજચંદ્રત આત્મસિદ્ધિજ્ઞાન અને ભક્તિયોગ (૪) શ્રી ગોવિંદજી જીવરાજ લોડાયા (મુંબઈ) - સમતાનું મૂળ અનેકાંત (૫) ડૉ. ધવલ નેમચંદ ગાલા (માંડવી-કચ્છ) Antiquity and Rationale of Jainism (૬) શ્રી સુદર્શનાબહેન કોઠારી (મુંબઈ) – શ્રાવક ધર્મનાં બાર વ્રતો. અભિવાદન :
તેરમા જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ડૉ. સાગરમલ જૈનનું, ઉદ્દઘાટક શ્રી જોહરીમલ પારેખનું, સાહિત્ય સમારોહના સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહનું, શ્રી નેમચંદ ગાલાનું. સાહિત્યની બેઠકોનું સંચાલન કરનાર પ્રા. ઉત્પલાબહેન મોદીનું, શ્રી જયેન્દ્રભાઈ શાહનું અને શ્રી ચીમનલાલ કલાધરનું તેમજ યાત્રા-પ્રવાસનું આયોજન કરનાર અને તેની વ્યવસ્થા સંભાળનાર શ્રી શાંતિલાલ ગડાનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું. તીર્થયાત્રા :
આ સાહિત્ય સમારોહમાં ઉપસ્થિત વિદ્વાન ભાઈ-બહેનોને રાજગૃહી ઉપરાંત પાવાપુરી, કુંડલપુર, નાલંદા, ગુણિયાજી, ક્ષત્રિયકુંડ (લચ્છવાડ), ઋજુવાલિકા, સમેતશિખર આદિ તીર્થોની યાત્રા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત કલકત્તા, દાર્જીલીંગ અને સિક્કીમનો પ્રવાસ પણ સૌએ સાથે મળીને આનંદોલ્લાસપૂર્વક સંપન્ન કર્યો હતો. આમ શાસનદેવની કૃપાથી અને સૌ ભાઈ-બહેનોના મળેલા સહયોગથી આ તેરમો જૈન સાહિત્ય સમારોહ અનેક રીતે વિરલ, વિશિષ્ટ, યશસ્વી અને યાદગાર બની રહ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org